Team Chabuk-Gujarat Desk: વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જાહેરમાં યુવા સંમેલનમાં કાયદાની એસી કી તેસી કરી બહુ મોટી શેખી મારી હતી અને હુંકાર કર્યો હતો કે તમારી બાઇક પોલીસ કયાંય પણ પકડે અને લાઇસન્સ માંગે અને લાઇસન્સ ન હોય તો મારું નામ આપજો પોલીસ છોડી દેશે, જોકે આ બડાસ માત્ર સાવલી પૂરતી સમિત છે. સાવલીના કોઇ પણ બાઈક ચાલકને આખા ગુજરાતમાં લાઇસન્સની જરૂર નહીં પડે તેવો હુંકાર કર્યો હતો.
આજે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આશરે 50 જેટલી બાઈકો કરી ડીટેન કરી હતી. બાઈક ચાલકો દ્વારા કેતન ઈનામદારને રજૂઆત કરાઈ હતી. ધારાસભ્ય કેતન ઈનામદાર સાવલી પોલીસ સ્ટેશનએ પહોંચી યોગ્ય રજૂઆત કરી બાઈકો પરત કરાવી હતી.
કેતન ઈનામદારના આ ચુનાવી હુંકાર કોને ઠેસ પહોંચાડશે. નેતાઓને ન કાયદાનો ડર નથી રહ્યો. આ પ્રકારના વાણી વિલાસથી લોકો ગેરમાર્ગે દોરાય છે. ટ્રાફિક પોલીસ અનેક વખત ટ્રાફિક નિયમનો અને લાઇસન્સના કેમ્પો યોજતી આવી છે. લોકોની જાગૃતિ માટે કેમ્પો યોજાય છે. આવા નેતાઓ તેના પર પાણી ફેરવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા