Homeગુર્જર નગરીરાજકોટઃ ભાદર-2 ડેમના 6 દરવાજા 5 ફુટ ખોલાયા, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ,...

રાજકોટઃ ભાદર-2 ડેમના 6 દરવાજા 5 ફુટ ખોલાયા, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, જુઓ વીડિયો

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં મેઘસવારી આવી પહોંચ્યા બાદ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જિલ્લાના મોટાભાગના તાલુકામાં મેઘમહેર થઈ રહી છે. ત્યારે ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2 સિંચાઈ યોજના નંબર-149 ભાદર-2 ડેમ ભારે વરસાદને કારણે પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે.

ડેમ ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના 6 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 38674 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નીચાણવાળા ગોમોને એલર્ટ કરાયા છે અને ગામલોકોને નદી કિનારે ન જવા સૂચના અપાઈ છે.

Rajkot Bhadar-2 Dam

ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલિયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટમાં 30 જૂન એટલે કે ગઈકાલ રાત્રિના 12 વાગ્યા સુધીમાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજકોટ સિંચાઈ પૂર વર્તુળ એકમના જણાવ્યા મુજબ પડધરી તાલુકામાં 2.5 ઈંચ, રાજકોટ તાલુકામાં 2 ઈંચ, લોધીકા તાલુકામાં 1.25 ઈંચ, કોટડા સાંગાણી તાલુકામાં 1.5 ઈંચ, જસદણ તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગોંડલ તાલુકામાં 2 ઈંચ, જામકંડોરણા તાલુકામાં 6 ઈંચ, ઉપલેટા તાલુકામાં 5 ઈંચ, ધોરાજી તાલુકામાં 5.25 ઈંચ, જેતપુર તાલુકામાં 5 ઈંચ તથા વિછીયા તાલુકામાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments