Team Chabuk-International Desk: હવે સ્પેનમાં સ્વિમિંગ પુલમાં મહિલાઓ ટોપલેસ સ્નાન કરી શક્શે. લાંબા સમયથી આ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો હતો જો કે, હવે સ્પેનમાં સરકારે કેટાલોનિયા વિસ્તારમાં મહિલાઓને સ્વિમિંગ પુલમાં ટોપલેસ જવાની મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં જો અધિકારીઓ મહિલાઓને રોકશે તો તેને 4.50 કરોડનો દંડ ફટકારવામાં આવશે
મહત્વનું છે કે, ‘કેટલાન ઇક્વાલિટી લો 2020’ હેઠળ આ પ્રકારની મંજૂરી પહેલાથી જ છે. આમ છતાં કેટલાક સ્વિમિંગ પુલમાં મહિલાઓને ટોપલેસ સ્નાન કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. જેના કારણે દર ઉનાળામાં આ સ્વિમિંગ પુલ અંગે ડઝનબંધ ફરિયાદો આવતી હતી.
કાયદા પાછળની વિચારસરણી એ છે કે દરેક મનુષ્યનો તેના શરીર પર સંપૂર્ણ અધિકાર છે અને તે તેઓ ગમે તે રીતે સ્નાન કરી શકે છે. જે મહિલાઓ ફુલ બોડી સ્વિમ સૂટ પહેરવા માગે છે અથવા જે બુરખા સાથે ‘બુર્કિની’ એટલે કે બિકીની પહેરવા માંગે છે તેમને પણ આમાંથી મુક્તિ મળશે.

આ ઉપરાંત સ્પેન સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે મહિલાઓને જાહેરમાં બાળકોને સ્તનપાન કરાવી શકશે.જો કોઈને અટકાવવામાં આવે તો અધિકારીઓ પર 4.50 કરોડનો દંડ થશે નવા કાયદાને અનુસરવા અંગે સરકાર ખૂબ જ કડક છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત