Homeગુર્જર નગરીસુરતમાં સામૂહિક આત્મહત્યાઃ એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવ્યું, પતિ-પત્ની, 3...

સુરતમાં સામૂહિક આત્મહત્યાઃ એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવ્યું, પતિ-પત્ની, 3 બાળકો અને માતા-પિતાની લાશ મળી

Team Chabuk-Gujarat Desk: સુરતમાં એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલા નૂતન રો-હાઉસની સામે આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં નૂતન રો હાઉસની સામે આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મનીષ સોલંકીની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. શાંતુભાઈ ઈન્ટીરીયર ડિઝાઈનરનું કામ કરતા હતા. ઘરમાંથી તેમના ત્રણ બાળકો, પત્ની અને વૃદ્ધ માતા-પિતાનું પણ ઝેરી પ્રવાહી પીવાના કારણે મોતની આશંકા છે. પ્રાથમિક દ્રષ્ટિએ પરિવારે આત્મહત્યા કર્યો હોવાનું લાગી રહ્યું છે.

SUICIDE

બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરત પોલીસે જણાવ્યું કે, હાલ અમારી તપાસ ચાલી રહી છે. અમને આત્મહત્યા સ્થળથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આર્થિક ભીંસમાં આવીને આત્મહત્યા કરી હોય તેવુ લાગી રહ્યું છે. પરિવારના મોભી ફર્નિચર બનાવવાના કામ સાથે જોડાયેલા હતા. તેમના માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ રૂપિયા ચૂકવવામાં અસક્ષમ પરિવારના મોભીએ આ પગલુ ભર્યુ હતું. 

આત્મહત્યા કરનાર પરિવારજનો

પિતા કનુભાઈ સોલંકી
માતા શોભનાબેન સોલંકી
પતિ મનીષ સોલંકી 
પત્ની રીટા સોલંકી
દીકરી દિક્ષા અને કાવ્યા
દીકરો કુશલ

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments