Homeગુર્જર નગરીસુરતઃ સામૂહિક આત્મહત્યાના કેસ, સુસાઈડ નોટ વાંચી રડી પડશો !

સુરતઃ સામૂહિક આત્મહત્યાના કેસ, સુસાઈડ નોટ વાંચી રડી પડશો !

Team Chabuk-Gujarat Desk: સુરતમાં ફર્નિચર વેપારી મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોના સામુહિક આપઘાત કરી લીધો હતો. જેમની શનિવારે સાંજે એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. એક સાથે સાત સાથ અર્થી ઉઠતા સમગ્ર પંથક શોકમગ્ન બન્યું હતું. અંતિમયાત્રામાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ હાજર હતા જેમણે પણ મૃતકોને કાંધ આપી હતી.

આ કેસમાં પોલીસને સુસાઈડ નોટ આવી છે. જેના પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે આર્થિક સંકડામણના કારણે પરિવારે આત્મહત્યા કરી છે.

સુસાઈડ નોટમાં શું લખ્યું છે ?

સુસાઈડ નોટમાં મનિષે લખ્યું છે કે, “પરોપકાર, ભલમંતશાહી, દયાળુ, સત્યભાવ મને હેરાન કરી ગયું”, રૂપિયા લીધા પછી કોઈએ પાછા નથી આપ્યાં. “ઉપકાર નો બદલો કોઈ પાછો આપતો નથી. “મારી જિંદગી માં મેં ઘણાને મદદ કરી છે” , “મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી”, “રિટાબેન તારું ધ્યાન રાખજે”, “ઘનશ્યામ, જિન્નાભાઈ, બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો”, “જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો” , “અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી”, “જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે”, “કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે”, “જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ”, અમારા મર્યા પછી કોઈને હેરાન કરતાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments