Homeગુર્જર નગરીપીપાવાવ પોર્ટ પરથી ઝડપાયું 80 કિલો ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપાયું

પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયું 80 કિલો ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપાયું

Team Chabuk-Gujarat Desk: ગુજરાતનો દરિયાઈ માર્ગ ડ્રગ્સ પેડલરો માટે જાણે સુરક્ષિત સ્થળ બની ગયું હોય તેમ વારંવાર દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. છેલ્લા થોડાક મહિનામાં જ કરોડોની કિંમતનું ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ માર્ગેથી ઝડપાયું છે. કંડલા અને મુંદ્રા બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. DRI, કસ્ટમ અને ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. પોર્ટ પરથી કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં નશીલી દવાઓનો જથ્થો મળ્યો છે. ડ્રગ્સને પગલે હાલમાં તમામ સેન્ટ્રલ એજન્સીઓના સિનિયર અધિકારીઓ પીપાવાવ પોર્ટ પર પહોંચી ગયા હતા.

પીપાવાવ પોર્ટ પર જપ્ત કરેલા કન્ટેનર્સમાંથી અંદાજે 80 કિલો ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કરાયો છે. આ ડ્રગ્સના જથ્થાની કિંમત રૂ.450 કરોડ જેટલી થાય છે.રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવા માટે જે રીતે ઉત્તરાયરણમાં દોરીને કલર પીવડાવવામાં આવે છે, તેવી રીતે સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવીને તેને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

​​​​​​​પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાવાના વધતા કેસને લઇને કેન્દ્રીય એજન્સી વધુ સતર્ક બની છે. જેના ભાગરૂપે અમરેલીના પીપાવાવ પોર્ટ પર ગઈકાલે કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું હતું. તેમજ DRIની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઈ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. DRI દ્વારા સેમ્પલ લઇને FSLમાં મોકલવામાં આવ્યાં હતા.

shreeji dhosa

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર પીપાવાવ પોર્ટ નજીક ફોરવે પર કોન્ટ્રાન્સ લોજીસ્ટીક કંપનીમાં આયાતી કન્ટેનરો રાખવામાં આવે છે. અહીં કેટલાક કન્ટેનરો છેલ્લા એક માસથી જેમના તેમ પડ્યા છે. બાતમીના આધારે ડીઆરઆઇની ટીમે અહીં પહોંચી એક કન્ટેનરની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. કન્ટેનરમાં ડ્રગ્સ જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેને પગલે જરૂરી નમુનાઓ લઇ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને કન્ટેનરને સીઝ કરી દેવામાં આવ્યું હતું. આ કન્ટેનર કયા દેશમાંથી આવ્યા છે અને ભારતમાં કઈ પેઢી દ્વારા તેની આયાત કરવામાં આવી છે તેની વિગતો હજુ બહાર આવી નથી. એટલું જ નહીં એક માસ સુધી આ કન્ટેનર છોડાવવા માટે અહીં કેમ કોઈ દેખાયું નથી તેની પણ તપાસ જરૂરી બની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments