Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના કેશોદમાંથી બે સગીરાનું અપહણ કરી દીવ અને જશાધાર લઈ જઈ ચાર શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે, બંને સગીરાને દીવ લઈ જઈ કેફી પીણું પીવડાવાયું હતું. ત્યારબાદ ચાર શખ્સોએ સગીરાને પીંખી હતી. આ અંગે પોલીસે હરેશ બાબરિયા, વિશાલ બાબરિયા, હસલો મક્કા અને હસલો દરબાર વિરૂદ્ધ પોક્સો અને એટ્રોસિટીની કમલ લગાવી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ કેશોદ નજીકના એક ગામની બે સગીરા ૨૭ એપ્રિલે ધોરણ ૧૧ની પરીક્ષા આપવા માટે કેશોદ ગઇ હતી. આ દરમિયાન કેશોદ બસ સ્ટેશનેથી પ્રાંસલી ગામનો હરેશ હમીર બાબરિયા અને શેરગઢનો વિશાલ સુરેશ બાબરિયાએ હસલો દરબાર અને હસલો મક્કા નામના શખ્સોની મદદગારીથી સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ સગીરાને લલચાવી, લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયા હોવાનો દાવો છે. સગીરાને સાથે લઈ ગયા બાદ એક ૧૫ વર્ષ ૧૧ મહિનાની સગીરાને હરેશ હમીર દીવ લઈ ગયો હતો જ્યાં કેફી પીણું પીવડાવી તેણી સાથે અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.

જ્યારે ૧૬ વર્ષ 1 મહિનાની સગીરાને વિશાલ સુરેશ બાબરિયા જશાધાર લઈ ગયો હતો જ્યાં તેના પર દુષ્કર્મ આચરાયાનો દાવો છે. આ બંને સગીરાએ પરિવારજનોને પોતાની આપવિતી કહેતાં પરિવારજનો ચોંકી ગયા હતા. ગત રાત્રે ૮.૩૦ કલાકે કેશોદ પોલીસે એક સગીરાના પિતાની ફરિયાદ લઇ ચારેય શખ્સો વિરૂધ્ધ કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૧), ૩૫૪ (એ), ૧૧૪ તેમજ પોકસો એકટની કલમ ૪, ૮ તથા ૧૨ અને એટ્રોસીટીની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બે સગીરાના અપહરણ અને દુષ્કર્મના બનાવને ગંભીરતાથી લઇ એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીએ તપાસ જૂનાગઢ એસસી – એસટી સેલના ડીવાયએસપી ડો. કિરણબેન કે. ઠાકુરને સોંપી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત