Homeગુર્જર નગરીદાહોદ અને સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં કુલ 9 લોકોના મોત

દાહોદ અને સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં કુલ 9 લોકોના મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. આજે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. દાહોદ અને સુરેન્દ્રનગરમાં સર્જાયેલા અકસ્માતમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. આજે દાહોદમાં એક માર્ગ અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ 6 લોકોના મોત નિપજ્યા છે. એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર આ અકસ્માતની ઘટના બની છે.

વિગતો મુજબ પાટીયાઝોલ તળાવ પાસે રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દર્દનાક અકસ્માતમાં એકસાથે 6 વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જયારે કે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

ACCIDENT

બીજી સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર-લખતર વચ્ચે આવેલા ઝમર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જયારે કે અન્ય બે વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments