Homeગુર્જર નગરીમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ: SITએ 5000 પાનાનો રિપોર્ટ HCમાં રજૂ કર્યો,...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ: SITએ 5000 પાનાનો રિપોર્ટ HCમાં રજૂ કર્યો, રિપોર્ટમાં થયા આ ખુલાસા

Team Chabuk-Gujarat Desk: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા ગ્રુપ જવાબદાર હોવાનો ખુલાસો થયો છે. હાઈકોર્ટમાં રજૂ કરાયેલા SITના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, જયસુખ પટેલ અને ઓરેવા કંપનીના મેનેજરો મોરબી પુલ દુર્ઘટના માટે જવાબદાર છે.

મહત્વનું છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં SITની ટીમે પાંચ હજાર પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું છે કે, દુર્ઘટના પાછળ MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દીપક પારેખ સહિતના અન્ય લોકો જવાબદાર છે.

સાથે જ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, બ્રિજ પર પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા નહોતી. બ્રિજ ઓપન કરતા પહેલા ફિટનેસ રિપોર્ટ તૈયાર કરાયો નહોતો. તે સિવાય ટિકિટના વેચાણ પર કોઈપણ પ્રતિબંધ મુકાયો નહોતો. બ્રિજ પર સુરક્ષાના સાધનોનો અભાવ હતો. ઓરેવા કંપનીએ બ્રિજ પર કેટલા લોકોને પ્રવેશ આપવો તેનું ધ્યાન રાખ્યું નહોતું.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ ગયા વર્ષે 30 ઑક્ટોબરે રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા સરકારી આંકડા અનુસાર દુર્ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

Morbi suspension bridge disaster case

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments