Homeગુર્જર નગરીશર્મનાક કિસ્સોઃ ગીર સોમનાથના જંત્રાખડી ગામે 9 વર્ષની બાળકીને દુષ્કર્મ ગુજારી...

શર્મનાક કિસ્સોઃ ગીર સોમનાથના જંત્રાખડી ગામે 9 વર્ષની બાળકીને દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી, આરોપીને ફાંસીની માંગ

શૈલેષ નાઘેરાઃ ગીર સોમનાથના કોડીનારથી 12 કિલોમીટર દૂર આવેલા જંત્રાખડી ગામે 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા નિપજાવવાના મામલે એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામે માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. નાનકડા એવા ગામમાં માત્ર 9 વર્ષની બાળા પર ગામના જ એક નરાધમે દુષ્કર્મ ગુજારી માસૂમ દીકરીને મોત ને ઘાટ ઉતારતા હાહાકાર મચી ગયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરીને એકની અટકાયત કરી લીધી છે.

નાનકડા એવા ગામમાં આ પ્રકારની ઘટનાને પગલે તાલુકા અને શહેરભરમાં પડઘા પડ્યા છે. રવિવાર બપોરની ઘટનાને લઈ મોડી રાત્રે જંત્રાખડી ગામ આખું ભેગું થયું હતું અને પોલીસ સમક્ષ આરોપીને ફાંસીના માંચડે ચડાવવા માંગ કરવામાં આવી છે. ખુદ આરોપી શખ્સના પરિવારના સભ્યોએ પણ ગીર સોમનાથ એસ.પી અને એ.એસ.પી. ને રજૂઆત કરી અને કહ્યું કે આરોપીને સખત સજા થવી જોઈએ.

સમગ્ર ઘટના પર નજર કરીએ તો 9 વર્ષની બાળકી જ્યારે શેરીમાં રમતી હતી. તે સમયે બે બાળકોનો પિતા નરાધમ શખ્સ બાળકીને બીડી લેવા દુકાને મોકલે છે અને બીડી લઈ પરત આવેલી બાળકીને ઘરમાં પુરી દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારે છે અને ત્યારબાદ લાશને કોથળામાં ભરી અવાવરું જગ્યાએ ફેંકી આવે છે. જોકે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીની અટકાયત ગણતરીની કલાકમાં જ કરી લેવાઈ છે. જો કે ગીર સોમનાથ પોલીસ દ્વારા એફ.એસ.એલ સહિતની ટીમની મદદ લેવાઈ છે અને ઘટના સ્થળ એસ.પી, એ.એસ.પી. સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પરંતુ સમગ્ર હકીકત પોલીસની તપાસ બાદ બહાર આવશે કે બીજું કોઈ સાંમેલ છે કે નહી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments