Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે નીકળેલી જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી હતી અને ત્યાંથી 108 કળશમાં જળ ભરીને નિજ મંદિરે લાવવામાં આવ્યા છે. જ્યાં ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયો છે. આ પ્રસંગે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજ સાથે પૂજનમાં બેઠા હતાં. અહીં મંદિરમાં શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવી છે અને ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે. સાંજે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે.
સાબરમતી નદીના કિનારે દિલીપદાસજી મહારાજ અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ગંગા પૂજન કર્યું હતું ત્યારબાદ સાબરમતી નદીના મધ્યભાગમાંથી કળશમાં જળ ભરવામાં આવ્યું હતું. આ જળ ભરીને હવે શોભાયાત્રા પરત મંદિરે પરત ફરી છે.
મંદિરેથી ભગવાન જગન્નાથજી સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં પોતાના મોસાળમાં પહોંચી જશે. જ્યાં તેઓ 15 દિવસ સુધી રહેશે. 24 જૂને ભગવાનનું મામેરૂ ભરાશે. બે વર્ષ બાદ રથયાત્રા રંગેચંગે નીકળવાની હોવાથી ભક્તોમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
