Team Chabuk-Sports Desk: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચ મેચની સિરીઝની ચોથી મેચ ભારતે જીતી લીધી છે. સિરીઝમાં ભારત અને ઈંગ્લેન્ડ 2-2ની બરાબરી પર છે. ચોથી મેચમાં રસાકસી બાદ ભારતની જીત થઈ હતી. ભારતે 8 રનથી મેચ જીતી લીધી હતી. મેચનો જીતનો હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો. સૂર્યકુમાર યાદવ વધુ રન ફટકાર શક્યો હોત પરંતુ અમ્પાયરના નિર્ણયના કારણે તેને નિરાશ થવું પડ્યું. જેને લઈને સોશિયલ મીડિયા પર વિરેન્દ્ર સેહવાગ સહિતના યુઝર્સ રોષ વ્યક્ત કરી રહ્યા છે.
Third umpire while making that decision. #INDvENGt20 #suryakumar pic.twitter.com/JJp2NldcI8
— Virender Sehwag (@virendersehwag) March 18, 2021
સૂર્યકુમાર યાદવની આ ડેબ્યૂ મેચ હતી. આ પહેલાંની મેચમાં સૂર્યકુમાર યાદવ સામેલ હતો પરંતુ તેને બેટિંગનો મોકો મળ્યો ન હતો. ચોથી ટી-20માં સૂર્યકુમારે ધમાકેદાર ડેબ્યૂ કર્યું. તેણે આવતાની સાથે જ પહેલાં બોલ પર જ જોફરા આર્ચરના શોર્ટ બોલ પર શાનદાર સિક્સ ફટકારી હતી. આમ, યાદવે 6 રનથી ટી-20માં પોતાની કારકીર્દિના શ્રીગણેશ કર્યા હતા.
સુર્યકુમાર યાદવે કુલ 31 બોલ પર 57 રન ફટકાર્યા હતા. અમ્પ્યારના ખોટા નિર્ણયના કારણે સુર્યકુમાર યાદવને મેદાન છોડવું પડ્યું હતું. સૂર્યકુમારને થર્ડ અમ્પાયરે આઉટ આપ્યા બાદથી સોશિયલ મીડિયા પર લોકો થર્ડ અમ્પાયરની ફિરકી લઈ રહ્યા છે.
गजब है! टेक्नोलॉजी का क्या फायदा जब ग्राउंड अंपायर के साथ ही जाना है। साफ नॉट आउट था।👎😠#INDvENG #INDvsENG pic.twitter.com/ZTEH9gxfpa
— Shashank Pradhan (@PradhanShashank) March 18, 2021
14મી ઓવરમાં સેમ કરનની બોલિંગ પર સૂર્યકુમાર મોટો શોટ ફટકારવા જતાં વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. બાઉન્ડ્રી પર ડેવિડ મલાને સૂર્યકુમાર યાદવનો કેચ પકડ્યો હતો. સોફ્ટ સિગ્નલમાં મેદાન પરના અમ્પાયરે સૂર્યકુમાર યાદવને આઉટ આપ્યો હતો. બાદમાં થર્ડ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ આઉટ આપ્યો હતો. રિપ્લેમાં થર્ડ અમ્પાયર નિર્ણય ન હતા કરી શક્યા કે બોલ મલાનના હાથમાં છે કે જમીન પર અડી ગયો છે.
Violets are blue, so is Sky
— Wasim Jaffer (@WasimJaffer14) March 18, 2021
Dear @icc ‘soft signal’ why?
#IndvEng #suryakumar #NotOut pic.twitter.com/cCDYXjpMVt
શું છે સોફ્ટ સિગ્નલ ?
થર્ડ અમ્પાયર પાસે જતાં પહેલાં મેદાન પરના અમ્પાયરે એક નિર્ણય આપવો પડે છે. ત્યારબાદ જો થર્ડ અમ્પાયર પણ રિપ્લેના કારણે કોઈ યોગ્ય નિર્ણય સુધી ન પહોંચી શકે તો મેદાન પર જે નિર્ણય લેવાયો હોય છે તે જ આખરી નિર્ણય રહે છે. સૂર્યકુમાર યાદવાના કિસ્સામાં પણ આવું જ થયું હતું. મેદાન પર પહેલાં અમ્પાયરે સૂર્યકુમારને આઉટ જાહેર કરી દીધો હતો. બીજી તરફ થર્ડ અમ્પાયર કંઈ નક્કી ન હતા કરી શક્યા. એટલે સોફ્ટ સિગ્નલ મુજબ સૂર્યકુમારને આઉટ અપાયો હતો. ICCના નિયમ મુજબ સોફ્ટ સિગ્લનને બદલી પણ શકાય છે પરંતુ તેના માટે યોગ્ય પુરાવા હોવા જોઈએ.
હવે સોફ્ટ સિગ્નલના નિયમનો વિરોધ થઈ રહ્યો છે. જ્યારે સૂર્યકુમારને આઉટ અપાયો ત્યારે કોમેન્ટેટર વીવીએસ લક્ષ્મણે પણ અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, સોફ્ટ સિગ્નલ નિયમને હટાવી દેવો જોઈએ.
ઈંગ્લેન્ડ સામેની ટી-20 સિરીઝમાં ભારતને બે હિરા મળી ગયા છે. એક ઈશાન કિશન અને બીજો સુર્યકુમાર યાદવ. બંનેએ ઈંગ્લેન્ડ સામે પોતાની ડેબ્યૂ મેચમાં અર્ધસદી ફટકારી દીધી છે. જેના કારણે હવે વિરાટ કોહલી ટીમ સિલેક્શનમાં મુંઝવણમાં મૂકાઈ શકે છે. બની શકે છે કે, આગામી અંતિમ અને નિર્ણાયક મેચમાં કે.એલ.રાહુલની જગ્યાએ ઈશાન કિશનને સ્થાન મળે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત