Homeગુર્જર નગરીકાળમૂખો કર્ફ્યૂઃ 5 વર્ષની દીકરીને બચાવવા માતાએ દોટ લગાવી, સારવાર મળે તે...

કાળમૂખો કર્ફ્યૂઃ 5 વર્ષની દીકરીને બચાવવા માતાએ દોટ લગાવી, સારવાર મળે તે પહેલાં મોત

Team Chabuk- Gujarat Desk: ગુજરાતમાં એક બાળકીને કોરોના ન હોવા છતાં આ કાળમુખા કોરોનાએ તેનો જીવ લઈ લીધો છે. આ કોરોના જેમ કાળમૂખો છે તેમ કર્ફ્યૂ પણ બાળકી માટે કાળમૂખો બન્યો. ઘટના સુરતના પાંડેસરાની છે. હાલ કોરોના વાયરસના કારણે મહાનગરોમાં કર્ફ્યૂ લગાવાયો છે અને તેનું કડક અમલીકરણ પણ કરાવાઈ રહ્યું છે. જો કે, આ કર્ફ્યૂ સુરતના એક ગરીબ પરિવાર માટે કોરોના કરતાં પણ વધારે ખતરનાક સાબિત થયો છે.

મોબાઈલ પણ ન હતો
રાત્રિના સમયે બનેલી આ ઘટના કોઈ ફિલ્મની નથી. આ સુરતમાં બનેલી એક સત્ય ઘટના છે. 24 માર્ચે રાત્રે પાંડેસરાના વાલકનગરમાં રહેતા શ્રમિકની પાંચ વર્ષની દીકરી અર્ચનાની તબીયત અચાનક લથડી હતી. રાત્રિનો સમય હોવાથી દીકરીની માતાને પણ ખબર હતી કે રિક્ષા નહીં મળે. વિધિની વક્રતા જુઓ. આ માતા પાસે એ સમયે મોબાઈલ પણ ન હતો કે તે એબ્યુલન્સને બોલાવી શકે. આ ઉપરાંત હજુ તેમના પતિ પણ કામેથી આવ્યા ન હતા જેથી મુશ્કેલી બમણી હતી. દીકરીને સારવાર અપાવવા માટે દીકરી અર્ચનાની માતા તેને ઉંચકીને પગપાળા જ ચાલવા લાગ્યા હતા. એ આશાએ કે કદાચ રિક્ષા મળી જશે પરંતુ એવું થયું નહીં.

દીકરીને બચાવવા દોટ મુકી
ઘરેથી નીકળ્યા તો રસ્તો સુમસામ હતો. તેમને હતું રિક્ષા નહીં તો કોઈ ખાનગી વાહન મળી જશે પરંતુ તેવું પણ ન થયું. એવામાં અર્ચનાની તબીયત વધુ લથડતી જઈ રહી હતી એટલે માતાએ પોતાની લાડકવાયી દીકરીને બચાવવા માટે દોટ મુકી હતી છતાં તેઓ હોસ્પિટલ પહોંચી શક્યા નહી. કમનસીબે સારવાર મળે તે પહેલાં જ દીકરી અર્ચનાનું  મોત થયું હતું. આ સમગ્ર ઘટના અર્ચનાના પરિવારે જ કહી હતી. તેમણે કહ્યું કે જો વાહન મળી ગયું હોત તો આજે તેમની દીકરી તેમની પાસે રમતી હોત.

પાંચ કિલોમીટર સુધી ચાલ્યા
અર્ચનાની માતાએ કહ્યું કે, જ્યાં દિકરીની તબિયત વધુ લથડી ત્યાંથી હોસ્પિટલનું અંતર માત્ર એક કે દોઢ કિલોમિટર સુધીનું જ થતું હતું. પરંતુ આ દોઢ કિલોમિટર જ દીકરીની સારવાર માટે બહુ દુર લાગતા હતા. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે તેઓ બાળકીનું જીવન બચાવી ન શક્યા. તેઓ દીકરીને લઈને પાંચ કિલોમિટર જેટલું ચાલી ગયા હતા.

ઝાડા-ઉલટી થયા બાદ લથડી તબીયત
અર્ચનાના પરિવારનું કહેવું છે કે દિવસ દરમિયાન તેની તબીયત સારી હતી. રાત્રે તેને માત્ર ઝાડા ઉલટી થયા હતા. પહેલાં બધુ બરાબર લાગતુ હતું પરંતુ જેમ સમય પસાર થતો ગયો તેમ તેની તબીયત વધુ લથડતી ગઈ હતી. એક સમયે અર્ચના ઢળી પડી હતી જેથી તેને હોસ્પિટલ લઈ જવાની જરૂર જણાઈ હતી. અર્ચનાને પાંચથી વધુ ઝાડા ઉલટી થયા હતા. જો અર્ચનાને યોગ્ય સમયે સારવાર મળી ગઈ હોત તો આજે તેનું જીવન બચી ગયું હોત. કર્ફ્યૂ ન હોત તો અર્ચનાને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડી શકાઈ હોત. આમ કોરોનાની સાથે અચર્ના માટે કર્ફ્યૂ પણ કાળમૂખો બન્યો હતો. હાલ દીકરીના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments