Homeગામનાં ચોરેલેડી સિંઘમ પ્રિયંકા શર્માએ ઈનામી ગુંડાઓને કેવી રીતે પકડ્યા ?

લેડી સિંઘમ પ્રિયંકા શર્માએ ઈનામી ગુંડાઓને કેવી રીતે પકડ્યા ?

Team Chabuk-National Desk: દિલ્લીમાં ગુરૂવારે સવારે એન્કાઉન્ટરમાં એક સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા શર્મા પણ સામેલ હતા. પ્રિયંકા  શર્મા એવા પહેલાં મહિલા ઈન્સ્પેક્ટર બની ગયા છે જેણે દિલ્હીમાં કોઈ અથડામણમાં ડાયરેક્ટ ગુંડાઓનો સામનો કર્યો હોય. અથડામણ દરમિયાન પ્રયંકા શર્માના બુલેટપ્રૂફ જેકેટ પર ગોળીઓ પણ વાગી. જો જેકેટ ન હોત તો પ્રયિંકા ગંભીર રીતે ઘાયલ થયા હોત

કોણ છે પ્રિયંકા શર્મા ?
સબ ઈન્સ્પેક્ટર પ્રયિંકા શર્મા મૂળ રોહતકના વતની છે જે દિલ્હી પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓએ અભ્યાસ રોહતકમાં જ કર્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આરોપીની પકડવાની કોશિશ કરી રહ્યા હતા.

આરોપી પર ઈનામ હતું
દિલ્હી પોલીસ સાથે અથડામણમાં બે ઈનામી આરોપી ઈજાગ્રસ્ત થયા છે. પ્રગતિ મેદાન પાસે થેયલી અથડામણ એટલા માટે પણ ચર્ચામાં છે કે, આ ઓપરેશનને પાર પાડવામાં એક મહિલાં અધિકારી પણ સામેલ હતા. જે આરોપી સાથે અથડામણ થઈ હતી તેમાં એક પર ચાર લાખ રૂપિયા અને બીજા પર બે લાખ રૂપિયાનું ઈનામ હતું.

વહેલી સવારે અથડામણ
દિલ્હી પોલીસે કહ્યું કે, સવારે 4.50 કલાકે આરોપી અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન આરોપીએ એસીપી પંકજ અને એસઆઈ પ્રિયંકાના બુલેટપ્રૂફ જેકેટ પર ગોળીઓ ચલાવી હતી. જવાબી કાર્યવાહી કરતા પોલીસની ટીમે પણ ગોળી ચલાવી હતી. જેમાં આરોપી ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત આરોપીની ધરપકડ કરી તેને હોસ્પિટલ લઈ જવાય હતા. પોલીસે કહ્યું કે, આરોપી હત્યા અને લૂંટના ગુનામાં ફરાર હતા.

બાતમીના આધારે ઝડપ્યા
પોલીસને વહેલી સવારે સૂચના મળી હતી કે ગેંગસ્ટર રોહિત ચૌધરી અને તેના સાથીઓ વાદળી રંગની કારમાં જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તેનો પીછો કર્યો હતો. સવારે 4.50 કલાકે પોલીસે આ કારને જોઈ હતી.

જેકેટમાં ગોળી વાગી છતાં ન છોડ્યા
પોલીસે કારને રોકવા માટે બેરિકેડ પણ લગાવ્યા હતા. જો કે, કારચાલકે કાર રોકવાની જગ્યાએ ભાગવાની કોશિશ કરી હતી અને બેરિકેડ તોડીને આગળ નીકળી ગયો હતો. આ દરમિયાન કારમાંથી પંકજ નામના આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરી દીધું હતું. બીજી તરફ આત્મરક્ષા માટે પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. આ અથડામણ દરમિયાન જ પહેલી ગોળી એસીપી પંકજના બુલેટપ્રૂફ જેકેટમાં વાગી ત્યારબાદ બીજી ગોળી એસઆઈ પ્રિયંકાના બુલેટપ્રૂફ જેકેટમાં વાગી હતી. જવાબમાં પોલીસે ફાયરિંગ ચાલુ રાખ્યું હતું જેમાં બંને આરોપી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. બેમાંથી એક આરોપી પ્રિંયકા શર્માની ગોળીથી ઈજાગ્રસ્ત હતો. પ્રિયંકા શર્મા છેલ્લા ત્રણ મહિનાથી આરોપીને ટ્રેક કરવાની કોશિશ કરી રહ્યા હતા.

આરોપી પાસે હતી ઓટોમેટિક પિસ્તોલ
હાલ બંને આરોપી સારવાર હેઠળ છે. પોલીસે આરોપી પાસેથી ઓટોમેટિક પિસ્તોલ, રોકડ રૂપિયા અને કાર જપ્ત કરી છે.

સોશિયલ મીડિયા પર પ્રિયંકાની ચર્ચા
બીજી તરફ પ્રિયંકા શર્માના આ બહાદુરીભર્યા કારનામાંના કારણે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. લોકો તેમને લેડી સિંઘમ કહી રહ્યા છે. અને ભરપૂર વખાણ કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments