Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં પરણીતાને રંઝાડનારા વ્યક્તિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના ભેંસાણ તાલુકાના નવી ધારી ગુંદાળી ગામની આ ઘટના છે. જ્યાં ગામમાં જ રહેતો સંજય કાળુભાઈ રાઠોડ નામનો શખ્સ પરિણીતાને તારા ભાઈ અને પતિને મારી નાખીશ એવી ધમકી વારંવાર ઉચ્ચારતો હતો. પરિણીતાને આ પ્રમાણે ડરાવી અવારનવાર તેણે દુષ્કર્મ આચર્યું હતું.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ શહેરના ભેંસાણ તાલુકાના નવી ધારી ગુંદાળી ગામમાં રહેતો સંજય કાળુભાઈ રાઠોડ શહેરની પરિણીતાને અવાર નવાર ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો. ગામના જ વ્યક્તિએ પત્ની સાથે દુષ્કર્મ આચર્યુંની જાણકારી પરણિતાના પતિને મળતા તેણે છૂટાછેડા લઈ લીધા હતા. જે પછી 24 વર્ષીય મહિલાની અમરેલીમાં બીજી જગ્યાએ સગાઈ નક્કી નાખવામાં આવી હતી. જોકે સંજયને આ વાતથી ધરપત નહોતી.
મહિલાના બીજે વેવિશાળ નક્કી થવાની વાત સંજયના કાને પડતા તે આફરો ફાફરો થઈ ગયો હતો અને તારીખ 9 માર્ચ 2021ના રોજ રાતના દોઢ વાગ્યે મહિલાને પોતાના ઘરે બોલાવી હતી. આ વખતે ફરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને તેને ફોટા પાડી લીધા હતા. સાથે જ અમરેલીમાં જ્યાં સગાઈ નક્કી કરવામાં આવી હતી ત્યાં આ ફોટા વહેતા કર્યા હતા. પરિણીતાને ફોટા સગાઈ થઈ છે ત્યાં પહોંચી ગયાની જાણ થતા સંજય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત