Team Chabuk-National Desk: કોરોના વાયરસનું સ્વરૂપ ફરી એકવાર બદલ્યું છે. કાળમુખો કોરોના હવે બાળકોને માત્ર સંક્રમિત જ નહીં તેના જીવ પણ લઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ માસૂમ ભૂલકાઓનું કોરોનાના કારણે મૃત્યુ થયું હોવાના અહેવાલ મળ્યા છે જેને લઈને હવે વાલીઓમાં બાળકોને લઈને ચિંતા ફેલાઈ છે.
બે બાળકોની હાલત ગંભીર
હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 11 બાળકો સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. 11 બાળકોમાંથી 2 બાળકોની હાલત ગંભીર છે.
ત્રણ બાળકોએ ગુમાવ્યો જીવ
કોરોનાએ જે બાળકોનો ભોગ લીધો છે તેમાં ચાંદલોડિયામાં રહેતું આઠ વર્ષનું બાળક, અમદાવાદના જ મેમનગરમાં રહેતી 7 વર્ષીય બાળકી અને અમરાઈવાડીમાં રહેતી 2 વર્ષની બાળકીનું નામ સામેલ છે. ચાંદલોડિયા વિસ્તારના 8 વર્ષીય બાળકનું સોમવારે મૃત્યું થયું હતું. આ ઉપરાંત એક બાળકીનું 3 એપ્રિલે અને બીજી બાળકીનું 23 માર્ચે મૃત્યુ થયું છે.
બાળકોમાં વધ્યું સંક્રમણ
આ પહેલાં કોરોના વાયરસના કારણે બાળકોના મૃત્યુનું પ્રમાણ નહીંવત હતું. કોરોના વાયરસના કારણે બાળકો સંક્રમિત પણ ઓછા થઈ રહ્યા હતા. કોરોનાએ શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અનેક સ્વરૂપ બદલી નાખ્યા છે. ગયા વર્ષનો કોરોના વાયરસ જે શરૂઆતમાં હતો તેનાથી એક જ પરિવારમાં સંક્રમણનો રેશિયો બહું નીચો હતો. પરંતુ આ વર્ષે કોરોનાનું સ્વરૂપ બદલાયું અને સમગ્ર પરિવાર જ કોરોનાની ઝપેટમાં આવી ગયાના ઘણા કિસ્સા બન્યાં
હજુ આ કિસ્સાઓ પર ડોક્ટરે લોકોને જાગૃત થવા સૂચના આપી એવામાં કોરોનાનું વધુ એક ઘાતક સ્વરૂપ સામે આવ્યું છે. જે છે બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવું. એક વર્ષમાં બાળકો કોરોના સાથે રહેતાં શીખ્યા છે. સોશિયલ ડિસ્ટંસિંગ, માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગની તેમનામાં સમજ આવી છે. કોરોના નામથી તેઓ સંપૂર્ણ પણે વાકેફ થઈ ગયા છે. જો કે, સંક્રમણ બાદની તકલીફથી બાળકો અત્યાર સુધી દૂર હતા.
તબીબો જણાવી રહ્યા છે કે, બાળકોમાં કોરોનાની અસર હવે ગંભીર થઈ રહી છે. કોરોનાના કારણે બાળકોના શરીરમાં અચાનક લોહીનું ભ્રમણ રોકાઈ રહ્યું છે આ ઉપરાંત રેસ્પીરેટરી સિસ્ટમને પણ અસર થઈ રહી છે.
બાળકોને આવી રીતે સંક્રમણથી બચાવો
તબીબે વાલીઓને સલાહ આપી છે કે, હાલ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે જે ઘાતક સાબિત થઈ રહી છે. આવા સમયે હવે વૃદ્ધોની સાથે-સાથે બાળકોનું પણ ધ્યાન રાખવું પડશે. થોડા સમયથી કોરોનાને આપણે હળવાસમાં લઈ રહ્યા હતા પરંતુ કોરોના જાણ ઘાત જમાવીને બેઠો હોય તેમ ઉથલો મારી રહ્યો છે. માટે બને ત્યાં સુધી બાળકોને હાલ ઘરમાં જ રાખો. બહાર જવાનું થાય તો માસ્ક ફરજિયાત પહેરાવો અને પહેલાંની જેમ જ વારંવાર સાબુથી હાથ ધોવડાવવા માટે બળકોને પ્રેરિત કરો. બાળકોને આપણે કોરોના અંગે વધુ સમજ આપવી પડશે અને હવે કોરોનાની ગંભીરતાનને વાલીઓએ પણ સમજવી પડશે. જો નિયમોનું પાલન નહીં કરીએ તો કોરોના ફરી આપણા પર હાવી થતો જશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત