Team Chbuk-Sports Desk: BCCI એટલે કે ધ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા કમાણીમાં તો અવ્વલ છે જ પરંતુ સોશિયલ મીડિયા પર પણ પોતાનો જાદુ પાથરીને બેઠું છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વિટર હેંડલના ફોલોઅર દિવસેને દિવસે વધી રહ્યા છે. BCCIએ ટ્વિટર પર ICCને પણ પાછળ રાખી દીધું છે. BCCIએ આજે 6 એપ્રિલના દિવસે ટ્વિટર પર 14 મિલિયન એટલે કે 1 કરોડ 40 લાખ ફોલોઅર પૂરા કરી લીધા છે.
BCCIએ ટ્વિટર પર 14 મિલિયન ફોલોઅર્સ પૂર્ણ થતાં યુઝર્સનો આભાર માન્યો છે. BCCI ટ્વિટર પર આ ખુશીમાં પોસ્ટ મૂકીને લખ્યું છે કે પ્રેમ અને સપોર્ટ કરવા બદલ આભાર. મહત્વની વાત છે કે ટ્વિટર પર ICCને પણ BCCIએ ફોલોઅર્સના મામલામાં પાછળ રાખી દીધું છે. BCCIને ટ્વિટર પર 14 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે ICCના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પાસે 12 મિલિયન ફોલોઅર્સ જ છે. આમ બીસીસીઆઈ પાસે આઈસીસી કરતાં 2 મિલિયન ફોલોઅર્સ વધુ છે.
14 Million strong 🙏🙏
— BCCI (@BCCI) April 6, 2021
Thank you for the love and support 💙 pic.twitter.com/7VgkywW4gV
કઈ ક્રિકેટ ટીમ પાસે કેટલા ફોલોઅર્સ
ટ્વિટર પર ફોલોઅર્સના મામલામાં ભારતીય ક્રિકેટ ટીમનું ઓફિશિયલ ટ્વિટર હેંડલ અવ્વલ છે. BCCI પાસે જેટલા ફોલોઅર્સ છે એટલા એકેય ટીમના ટ્વિટર હેંડલ પાસે નથી. ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ટ્વિટર હેંડલના 1 મિલિયન ફોલોઅર્સ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વિટર હેંડલના 1.3 મિલિયન ફોલોઅર્સ છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વિટર હેંડલને 2.3 મિલિયન ફોલોઅર્સ છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ટ્વિટર હેંડલને 3 મિલિયન ફોલોઅર્સ છે. સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના ટ્વિટર હેંડલ પાસે 1.2 મિલિયન ફોલોઅર્સ છે. ન્યૂઝિલેન્ડ ક્રિકેટ ટીમને ટ્વિટર પર 4 લાખ 87 હજાર ફોલોઅર્સ છે. શ્રીલંકન ક્રિકેટ ટીમની વાત કરીએ તો ટ્વિટર પર શ્રીલંકાની ક્રિકટ ટીમને 9 લાખ 63 હજાર જેટલા ફોલોઅર્સ છે. વેસ્ટઈન્ડિઝની ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વિટર હેંડલને 5 લાખ 24 હજાર ફોલોઅર્સ છે.
આમ વિશ્વની તમામ મોટા દેશની ક્રિકેટ ટીમના ટ્વિટર હેંડલના ફોલોઅર્સ ભેગા કરીએ તો પણ BCCI કરતાં ઓછા થાય છે. એક તરફ તમામ દેશની ક્રિકેટ ટીમના ટ્વિટર એકાઉન્ટના ફોલોઅર્સ અને બીજી તરફ BCCI એકલું. છતાં બીસીસીઆઈ તમામ ટીમથી ફોલોઅર્સના મામલે આગળ છે. કહી શકાય કે BCCIએ ટ્વિટર પર ફોલોઅર્સના મામલે પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. BCCIની સામે ટ્વિટર ફોલોઅર્સના મામલે ICC પણ પાણી ભરે છે.
BCCIને ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ કેમ છે ?
ભારતીય ક્રિકેટ ટીમ પાસે ટ્વિટર પર જેટલા ફોલોઅર્સ છે તેટલા એકેય દેશની ક્રિકેટ ટીમ પાસે નથી. ભારતીય ટીમ પાસે આટલા મોટા પ્રમાણમાં ફોલોઅર્સ હોવાના ઘણા બધા કારણો છે. પ્રથમ છે ભારતની વસ્તી. ભારત દેશની વસ્તી 135 કરોડને આંબી ગઈ છે. વધુ વસ્તી હોવાના કારણે ફોલોઅર્સ પણ વધુ હોવાના એ સ્વાભાવિક છે. ભારતમાં યુવાનો વધુ છે અને મોટાભાગના યુવાનો ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. ઉપરાંત ભારતના યુવાનોને રમતમાં ક્રિકેટ સૌથી વધુ પસંદ છે. દેશના ઘણા યુવાનો ક્રિકેટરોને પોતાના રોલ મોડેલ પણ માને છે. આવા બધા કારણોસર ભારતીય ક્રિકેટ ટીમના ફોલોઅર્સ સોશિયલ મીડિયા પર વધુ છે.
આમ પણ ભારતીય ક્રિકેટ ટીમનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. કમાણીના મામલે પણ અન્ય ક્રિકેટ બોર્ડ કરતાં ભારતનું ક્રિકેટ બોર્ડ સૌથી વધુ કમાણ કરી રહ્યું છે. વેસ્ટઈન્ડિઝ જેવા દેશના ક્રિકેટ બોર્ડ પાસે ક્રિકેટરોના પગારના પણ ફાંફા હોય છે ત્યારે ભારતીય ટીમના ક્રિકટરો કરોડો રૂપિયાની કમાણી કરે છે. ભારતનું ક્રિકેટ બોર્ડ સૌથી ઘનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે. ભારત પાસે સૌથી વધુ ક્રિકેટના મેદાન પણ છે. હવે તો વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ભારતમાં છે. ભારતીય ક્રિકેટ ટીમ પાસે હાલ વર્લ્ડ ક્લાસ ખેલાડી પણ છે. આમ તમામ મામલે ભારતીય ક્રિકેટ ટીમ અન્ય દેશની ટીમો પર ભારે પડી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત