Homeગુર્જર નગરીઆ આંકડાઓ જોશો તો થશે ઘરની બહાર જ નથી નીકળવું

આ આંકડાઓ જોશો તો થશે ઘરની બહાર જ નથી નીકળવું

Team Chabuk-Gujarat Desk: વિશ્વમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક કોરોના કેસ નોંધાયા છે. એક દિવસમાં દુનિયામાં 8 લાખ 22 હજાર લોકો સંક્રમિત થયા છે અને 12 હજાર 425 લોકોના મૃત્યુ થયા છે. દુનિયામાં હાલ સૌથી વધુ સ્થિતિ ભારતમાં ખરાબ છે. ભારત બાદ અમેરિકા, બ્રાઝિલ, તુર્કી, ફ્રાન્સ, આર્જેન્ટીના અને જર્મનીમાં કોરોના વકર્યો છે. શુક્રવારે એક દિવસમાં અમેરિકામાં 78 હજાર, બ્રાઝિલમાં 76  હજાર, તુર્કીમાં 63 હજાર, ફ્રાન્સમાં 36 હજાર, આર્જેન્ટીનામાં 29 હજાર અને જર્મનીમાં 21 હજાર કેસ નોંધાયા છે. વિશ્વમાં એક્ટીવ કેસનો આંકડો 1 કરોડ 80 લાખને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં કુલ 14.04 કરોડ કોરોના કેસ નોંધાઈ ચુક્યા છે. સંક્રમિત થયા બાદ વિશ્વમાં કુલ 11.93 કરોડ લોકો સાજા થયા છે. વિશ્વમાં કોરોનાના કારણે કુલ 30 લાખ 11 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

ભારતમાં કોરોનાનું તાંડવ યથાવત છે. દેશમાં એક દિવસમાં કુલ 2 લાખ 33 હજાર નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં સવા બે લાખથી વધુ કેસ નોંધાતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી છે. શુક્રવારે એક જ દિવસમાં દેશમાં 1 હજાર 338 લોકો કોરોના સામે જંગ હારી ગયા હતા જ્યારે 1 લાખ 22 હજાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ દેશમાં કુલ 15 લાખ 73 હજાર એક્ટીવ કેસ છે. દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રની સ્થિતિ ખરાબ છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે એક દિવસમાં કુલ 63 હજારથી વધુ કેસ નોંધાયા છે. દિલ્હીમાં એક દિવસમાં 19 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ એક દિવસમાં 27 હજાર 300થી વધુ કેસ નોંધાયા છે.

ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 45 લાખ કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોના થયા બાદ અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 26 લાખ દર્દીઓ સાજા થયા છે. તો કાળમુખો કોરોના અત્યાર સુધીમાં કુલ 1 લાખ 75 હજાર લોકોને ભરખી ગયો છે.

રાજ્યમાં શુક્રવારે પણ કોરોના કેસનો આંકડો 8 હજારને પાર રહ્યો હતો. શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના 8 હજાર 920 નવા કેસ નોંધાયા હતા અને 94 દર્દીઓના મૃત્યુ થયા હતા. બીજી તરફ 3 હજાર 387 દર્દીએ કોરોનાને મ્હાત પણ આપી હતી. રાજ્યમા વધુ 94 દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 5 હજાર 170એ પહોંચ્યો છે. જ્યારે રિકવરી રેટ ઘટીને 85.73 ટકાએ પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો વધી રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ 49 હજાર 737 એક્ટીવ કેસ છે. જેમાંથી 283 દર્દીઓ ગંભીર હાલતમાં વેન્ટીલેટર પર છે. મહાનગરોમાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં છેલ્લા 10 દિવસના કેસ?

તારીખનોંઘાયેલા કેસ
7 એપ્રિલ3575
8 એપ્રિલ4021
9 એપ્રિલ4541
10 એપ્રિલ5011
11 એપ્રિલ5469
12 એપ્રિલ6021
13 એપ્રિલ6690
14 એપ્રિલ7410
15 એપ્રિલ8152
16 એપ્રિલ8920

અમદાવાદમાં છેલ્લા 10 દિવસના કેસ

તારીખનોંઘાયેલા કેસ
7 એપ્રિલ823
8 એપ્રિલ977
9 એપ્રિલ1316
10 એપ્રિલ1440
11 એપ્રિલ1532
12 એપ્રિલ1933
13 એપ્રિલ2282
14 એપ્રિલ2524
15 એપ્રિલ2672
16 એપ્રિલ2898

સુરતમાં છેલ્લા 10 દિવસના કેસ

તારીખનોંઘાયેલા કેસ
7 એપ્રિલ819
8 એપ્રિલ960
9 એપ્રિલ1104
10 એપ્રિલ1152
11 એપ્રિલ1448
12 એપ્રિલ1469
13 એપ્રિલ1441
14 એપ્રિલ1655
15 એપ્રિલ1864
16 એપ્રિલ1920

રાજકોટમાં છેલ્લા 10 દિવસના કેસ

તારીખનોંઘાયેલા કેસ
7 એપ્રિલ490
8 એપ્રિલ520
9 એપ્રિલ410
10 એપ્રિલ529
11 એપ્રિલ475
12 એપ્રિલ576
13 એપ્રિલ616
14 એપ્રિલ653
15 એપ્રિલ762
16 એપ્રિલ759

વડોદરામાં છેલ્લા 10 દિવસના કેસ

તારીખનોંઘાયેલા કેસ
7 એપ્રિલ457
8 એપ્રિલ490
9 એપ્રિલ397
10 એપ્રિલ445
11 એપ્રિલ416
12 એપ્રિલ381
13 એપ્રિલ337
14 એપ્રિલ452
15 એપ્રિલ486
16 એપ્રિલ600

આમ રાજ્યમાં કોરોનાનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. મહાનગરોમાં તો પરિસ્થિતિ વિકટ બની જ છે સાથે સાથે નાના શહેરો અને ગામડાઓમાં પણ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. આ સ્થિતિમાં લોકોએ જાતે જ સાવધાન અને સાવચેત થવું હિતાવહ છે. જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવું અને જો કામથી બહાર નીકળીએ તો ફરજિયાત માસ્ક પહેરીએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments