Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના સ્મશાનની ભઠ્ઠી ‘સ્વાહા’ કેવી રીતે થઈ ગઈ?

સુરેન્દ્રનગરના સ્મશાનની ભઠ્ઠી ‘સ્વાહા’ કેવી રીતે થઈ ગઈ?

Team Chabuk-Gujarat Desk: પ્રથમ સુરતમાં પીગળવાની ઘટના સામે આવી હતી. બાદમાં અમદાવાદની અને હવે સુરેન્દ્રનગરની ભઠ્ઠીમાં પણ હદબારનું કામ લેવાતા સ્વાહા થઈ ગઈ છે. આ ભઠ્ઠીએ તેના કાર્યકાળમાં પહેલી વખત આટલા લોકોના અંતિમ સંસ્કાર કર્યા હશે. કોરોનાની બીજી લહેરના કારણે હવે દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. મોતને ભેટેલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવા માટે પણ ત્રણથી ચાર કલાકની લાંબી લાઈનમાં ઊભવું પડે છે. એવામાં હવે ભઠ્ઠીઓ પણ મૃતદેહોની સામે પ્રશ્નાર્થચિન્હ કરતી થઈ ગઈ છે.

વાત જાણે એવી છે કે કોવિડ નિયમો અનુસાર અંતિમ સંસ્કાર કરવાના છે, પણ બાર દિવસથી અવિરત કામગીરી કરતી ભઠ્ઠીમાં ભડકો થતાં ઠપ્પ થઈ ગઈ છે. આ પહેલા શુક્રવારના રોજ એટલે કે ગઈકાલે કોવિડ નિયમોના આધારે 22 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભઠ્ઠી તેની ક્ષમતા કરતાં વધારે કામ કરી રહી છે. સુરેન્દ્રનગરની ભઠ્ઠી બાર દિવસથી અવિરત ચાલુ હોય અતિશય ગરમીના કારણે ભઠ્ઠીનું બારણું ધડાકાભેર તૂટી ગયું હતું. વાયરિંગ પણ બળીને સ્વાહા થઈ ગયા હતા.

ભઠ્ઠીના જો તાપમાનની વાત કરવામાં આવે તો અંતિમ સંસ્કાર માટેની ભઠ્ઠીનું તાપમાન 850 ડિગ્રી રાખવું પડતું હોય છે, જોકે મૃતદેહ અંદર હોય છે ત્યારે આ તાપમાન 1000થી 1200 સુધી પહોંચી જાય છે. સવાર અને સાંજ બંનેનો ભઠ્ઠીના તાપમાનને સેટ કરવાનો આંકડો અલગ છે. સવારમાં 850 તો સાંજના 350 તાપમાન મળી રહે છે. સતત 12 દિવસ ભઠ્ઠીએ આ સ્થિતિ સહન કરી હતી. બાદમાં અસહ્ય થતાં એ ધડાકાભેર ફાટી.

આ અંગે સ્થાનિક પ્રશાસને પણ આ જ જવાબ આપ્યો હતો કે છેલ્લા બાર દિવસથી ભઠ્ઠી ચાલુ હતી. આ કારણે તેની કાર્ય કરવાની ક્ષમતા એકાએક વધી જતા બંધ થઈ છે. પુન: શરૂ કરવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments