Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પાટડીમાં બે દિવસ પૂર્વે બનેલી આ ઘટનાએ સૌ લોકોને ત્રસ્ત કરી દીધા છે. અહીં પીએસઆઈએ એક મહિલાને મહિલા પોલીસની હાજરી વિના પોલીસ સ્ટેશને બોલાવી માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાને એટલો માર મારવામાં આવ્યો છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
આ ઘટના આજથી બરાબર બે દિવસ પહેલાની છે. બદલી થઈને આવેલા પીએસઆઈ જે.ડી.મીઠાપરા દશાપરમાં દારૂની રેડ પાડવા માટે ગયાં હતાં. જોકે જ્યાં રેડ પાડવા ગયા હતા ત્યાંથી તેમના હાથમાં કશું નહોતું આવ્યું. એ પછી પીએસઆઈએ ઘરની મહિલા લક્ષ્મીબેન દશરથભાઈ ઠાકોરને પોલીસ મથકે નિવેદનની નોંધણી કરવા માટે બોલાવ્યા હતા. હવે પીએસઆઈ પર આરોપ લાગ્યા છે કે તેમણે મહિલા પોલીસની હાજરી વિના જ મહિલાને નિર્દયતાપૂર્વક પટ્ટા વડે ફટકારી છે.
પીએસઆઈ સામે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે તેમણે લોકોને ગાળો આપી હતી અને લક્ષ્મીબહેનના ઘર પાસે ગાડી ઊભી રાખી, ‘તારું નિવેદન લેવું છે પોલીસ સ્ટેશને આવી જા.’ આટલું કહી જતાં રહ્યા હતા.
આક્ષેપો થયા છે કે જે ઘડીએ લક્ષ્મીબહેન પોલીસની ચેમ્બરમાં દાખલ થયા ત્યારે પીએસઆઈએ તેમના પર હાથ ઉપાડ્યો હતો. બાદમાં મારા મારીનો અવાજ થતાં પીએસઆઈએ ઉશ્કેરાઈ જઈ મહિલાને પટ્ટા અને ધોકા વડે માર માર્યો હતો. જેમાં તેમના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં માથામાં અને શરીરના ભાગમાં કેટલીક ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના બન્યા બાદ રવિવારના રોજ ગુજરાત ઠાકોર સમાજના ઉપ પ્રમુખ રાજભા ઠાકોર સહિતના આગેવાનો મહિલાના ઘરે ઉમટી પડ્યા હતા. તેમણે જ્યાં સુધી જવાબદાર પોલીસ અધિકારીને તેના પદ પરથી નિલંબિત નહીં કરાય ત્યાં સુધી આગામી આંદોલન અને રણનીતિ ઘડવા અંગે કહ્યું હતું. મહિલાએ પણ પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની સાથે ડીએસપીને પણ રજૂઆત કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત