Team Chabuk-National Desk: કોરોના વાઈરસના સતત વધી રહેલા સંક્રમણને લઈને ચૂંટણી આયોગ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કર્યા બાદ હવે રાજનીતિક પાર્ટીઓએ પોતાના ચૂંટણી પ્રચારમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોરોના વાઈરસના કારણે વધતા સંક્રમણને જોતા પશ્ચિમ બંગાળમાં નેતાઓની મોટી રેલી કરવા પર રોક લગાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે પીએમ મોદી સહિત તમામ નેતાઓની રેલીમાં 500 લોકોથી વધારે નહિં હોય.
બીજેપી કેન્દ્રિય કાર્યાલયે જણાવ્યું કે પાર્ટીએ તાત્કાલિક અસર હેઠળ મોટી રેલીઓ, જનસભાઓ અને આયોજન પર નિયંત્રણ લાવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે પીએમ મોદી સહિતના સ્ટાર નેતાઓની હવે ખૂબ જ નાની સભાઓ હશે. આ તમામ સભાઓ કોરોના ગાઈડલાઈન્સને લઈને હશે. ભાજપનો દાવો છે કે પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં 6 કરોડ માસ્ક અને સેનિટાઈઝર વિતરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
આ પહેલા તૃણમૂલ કોંગ્રસ, કોંગ્રેસ, વામદળ વગેરેએ કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને જોતા પોતાના પ્રચારને સિમિત કરી દેવાનો નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીએ પણ પોતાની આગામી રેલીઓ રદ્દ કરી દીધાની ટ્વીટર પર જાણકારી આપી હતી. જે પછી તેમની સોશિયલ મીડિયા યુઝર્સે પ્રશંસા પણ કરી હતી.
હાલમાં જ ચૂંટણી આયોગે કહ્યું હતું કે, ઉમેદવાર અને રાજનીતિક પાર્ટીઓ કોરોના વાઈરસ સાથે સંબંધિત માર્ગદર્શિકાઓને અનુસરશે. જો માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવે છે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં અપરાધિક કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી આયોગે જણાવ્યું હતું કે, સાર્વજનિક સભાઓ, રેલીઓ વગેરેની જવાબદારી જે તે આયોજકની હશે. એ આ સભાઓ અને રેલીઓમાં સામેલ થનારા તમામ લોકોને માસ્ક અને સેનિટાઈઝરની જરૂરિયાતની પૂર્તિ કરશે. જેને જે તે ઉમેદવારની નિર્ધારિત ખર્ચની મર્યાદામાં જોડવામાં આવશે.
ચૂંટણી આયોગે સ્ટાર પ્રચારકો, નેતાઓ, ઉમેદવારો સહિતના હાજર તમામ લોકોને કોરોના વાઈરસ સામે લડવા માટે અને સંક્રમણથી બચવા માટે દેશમાં એક નમૂનો રજૂ કરવાનું કહ્યું છે. જે સૌના હિતમાં હોય. તમામ લોકોએ માસ્ક પહેરી રાખવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેની અપીલ કરવાની રહેશે.
27 માર્ચથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ચાલુ છે. 8 ચરણમાં મતદાન થવાનું હતું જેમાંથી હવે અંતિમ ચરણનું જ મતદાન બાકી છે. 29 એપ્રિલના રોજ આ મતદાન થશે. પરિણામ 2મેના રોજ આવશે. 2016માં અહીં TMC 211, INC 44, CPM 26, BJP 3 અને અપક્ષે દસ સીટો પર વિજય મેળવ્યો હતો. આ વખતે ટીએમસી અને ભાજપ બે મુખ્ય પક્ષ છે. 30 મે 2021ના રોજ વર્તમાન સરકારનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે એ પહેલા સરકારના ગઠનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત