Team Chabuk-National Desk: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બીજેપીના ઉપાધ્યક્ષ અને પૂર્વ નગર પ્રશાસક આલોક શર્મા સોમવારના રોજ તેમણે કરેલા ફોટોશૂટના કારણે વિવાદોમાં આવી ગયા છે. બીજેપીના ઉપાધ્યક્ષે હોસ્પિટલોને શબ વાહન સોંપ્યા હતા. વાહનો સોંપતા પહેલા તેમણે જે શો-ઓફ કર્યું તેના પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે.
ભોપાલના પૂર્વ નગર પ્રશાસક આલોક શર્માએ સોમવારના રોજ 6 મોટી હોસ્પિટલોને 6 શબ વાહનો આપ્યા હતા. આ સમયે તેમની સાથે જેપી હોસ્પિટલના પ્રબંધન અને સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓની ટૂકડી હતી. હોસ્પિટલ પ્રશાસનને મૃતદેહ માટેના વાહનો સોંપતા પહેલા તેને એકની પાછળ એક એમ ઊભા રાખી દેવામાં આવ્યા. જે પછી પૂર્વ મહામંત્રીએ તેની આગળ ઊભા રહી ફોટો સેશન કર્યું. એ પછી વાહનોને રવાના કરવામાં આવ્યા.
शर्म करो बेशर्मों…?
— Narendra Saluja (@NarendraSaluja) April 19, 2021
इंदौर में ऑक्सीजन के टैंकर को घंटो रोककर भाजपा नेताओ ने ख़ूब फ़ोटो बाज़ी की और अब भोपाल में भाजपा के पूर्व महापौर आलोक शर्मा शव वाहनो के साथ फ़ोटो बाज़ी करते हुए ?
इंदौर में बन रहे कोविड केयर सेंटर पर भाजपा नेताओ का दौरा ?
आपदा में भी अवसर-फ़ोटो बाज़ी ? pic.twitter.com/xz51GCmtcF
આ ફોટોશૂટ દરમિયાન શબ વાહનના ડ્રાઈવરને પીપીઈ કિટ પહેરાવીને આલોક શર્માની સાથે ઊભો રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનનો વીડિયો બાદમાં જેટ સ્પીડે સોશિયલ મીડિયા પર વાઈરલ થયો અને મંત્રીજીના દાંત ખાટા થઈ ગયા. કોંગ્રેસે તો આક્ષેપ પણ કર્યા કે, ભાજપના નેતાઓ તો શબ વાહનો સાથે પણ ફોટોશૂટ કરતાં ધરાતા નથી.
કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘શરમ કરો બેશરમો? ઈન્દોરમાં ઓક્સિજનના ટેન્કરને રોકીને ભાજપે ખૂબ ફોટોબાજી કરી અને હવે ભોપાલમાં ભાજપના પૂર્વ નગર સેવક આલોક શર્મા શબ વાહનોની સાથે ફોટોબાજી કરી રહ્યા છે. ઈન્દોરમાં બની રહેલા કોવીડ કેર સેન્ટર પર ભાજપ નેતાઓની યાત્રા? આપત્તિમાં પણ અવસર – ફોટોબાજી?
मुख्यमंत्री जी , कल इंदौर में तो आपके ही एक मंत्री , सांसद , दो विधायक व नगर भाजपा अध्यक्ष द्वारा स्वागत – फ़ोटोबाज़ी के लिये 45 मिनट से अधिक समय तक ऑक्सीजन का टैंकर रोका गया , जिससे अस्पताल व मरीज़ इंतज़ार करते रहे , इस अवधि में हुए नुक़सान का कौन जवाबदार ? https://t.co/S1e44huhDj
— Narendra Saluja (@NarendraSaluja) April 19, 2021
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કાર્યક્રમ દરમિયાન જ એક પીડિત વ્યક્તિના મૃતદેહને સ્મશાન ઘાટ લઈ જવા માટે શબવાહન માગવામાં આવ્યું તો થોડી ક્ષણ માટે પ્રતિક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું. આ અંગે આલોક શર્માએ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોનું ખંડન કરતા કહ્યું કે, તેમના કાર્યક્રમ દરમિયાન કોઈ પણ વ્યક્તિને શબ વાહન લઈ જવા માટે રોકવામાં આવ્યો નથી. પણ શબ વાહનને સોંપ્યા બાદ એક વ્યક્તિ આવ્યો તો તેને તુરંત શબ વાહન આપવામાં આવ્યું. જેને લઈને તે મારી સામે જ સ્મશાન ઘાટ તરફ જવા રવાના થયો.
— #किसान_पुत्र (@jorwalhero1) April 19, 2021
જ્યારે તે શબ વાહન લઈને જઈ રહ્યો હતો તો ત્યારે તેની પાછળ મીડિયાના કેટલાક સાથી મિત્રો પણ ગયા હતા. મેં સારા મનથી અને સેવા માટે શબ વાહનો હોસ્પિટલને સોંપ્યા. હું દુ:ખી છું કારણ કે મારી સામે સતત લોકોના ફોન આવી રહ્યા છે. જે આની સત્યતા જાણવા ઈચ્છે છે. હું કેટ કેટલા લોકોને સ્પષ્ટતા આપું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત