Homeગુર્જર નગરીગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક દર્દીઓએ કોરોનાને હરાવ્યો

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક દર્દીઓએ કોરોનાને હરાવ્યો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આજે ફરીથી કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. રવિવાર કરતાં ગઈકાલે સોમવારે કોરોનાના કેસમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો. જો કે આજે મંગળવારે કોરોનાના નવા કેસ ઘટતાં રાહત થઈ છે. નવા કેસની સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જો કે મૃતકોની સંખ્યામાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી.

ગુજરાતમાં કોરોના કેસ મામલે રાહતના સમાચાર આવ્યા છે. આજે મંગળવારે છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે જ્યારે 15 હજારથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. ગઈકાલ બાદ ફરીથી એક વખત કોરોનાના નવા કોરોના કેસમાં ઘટાડો થયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10,990 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને રેકોર્ડબ્રેક 15,198 લોકોએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે સરકારી ચોપડે 118 લોકના મોત થયાનું નોંધાયું છે. ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેનાથી સરકારી તંત્ર અને રાજ્યની જનતા રાહતનો શ્વાસ લઈ રહી છે. ગુજરાતમાં આજે 10990 કોરોના નવા કેસ નોંધાતાની સાથે જ અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા સાત લાખને પાર કરી ગઈ છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના સૌથી વધુ 3059 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 17 લોકોના મોત થયા છે જ્યારે 6668 લોકોને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 790 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં 1712 દર્દીઓને સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જ્યારે 8 લોકો મોતને ભેટ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 598 નવા કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 536 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 6 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 334 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 549 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે 6 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. અન્ય મોટા શહેરોની વાત કરીએ તો, જામનગર શહેરામં 308 નવા કેસ નોંધાયા છે, 319 દર્દીઓ સાજા થયા છે અને 7 લોકોના મોત થયા છે. ભાવનગર શહેરમાં 253 નવા કોરોનાના કેસ નોંધાયા છે, 279 દર્દીઓને સાજા થતાં રજા અપાઈ છે અને 2 લોકોના મોત થયા છે.

સાજા થવાનો દર વધ્યો

રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે હાલ કુલ 1,31,832 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 798 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે 1,31,034 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે સરકારી ચોપડે 8629 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 5,63,133 લોકો કોરોનાને હરાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાજ્યનો રીકવરી રેટ 80.04 ટકાએ પહોંચી ગયો છે.

અત્યાર સુધી 1 કરોડ 43 લાખથી વધુ રસીના ડોઝ અપાયા

મંગળવારે રસીકરણ અભિયાનને વેગ મળ્યો હતો. એક દિવસમાં 2 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,18,513 લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,07,72,356 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ અને 36,07,009 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આમ કુલ 1,43,79,365 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 18 થી 44 વર્ષના કુલ 29,098 વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 45થી વધુની ઉંમરના કુલ 30,674 લોકોને રસીનો પ્રથમ અને 1,36,019 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આજે 4292 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 18430 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

એક સપ્તાહથી આ ઝડપથી દર્દીઓ સાજા થઈ રહ્યા છે

તારીખનવા નોંધાયેલા કેસ સાજા થનાર દર્દીની સંખ્યા
05 મે1295512995
06 મે1254513021
07 મે1206413085
08 મે1189214737
09 મે1108414770
10 મે1159214931
11 મે1099015198

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments