Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરના એક પ્લેબોય જુવાનને તેની પ્લેબોયગિરી એક વીડિયોકોલના કારણે ભારે પડી ગઈ છે. આ યુવાન એક યુવતી સાથે રિલેશનશીપમાં હતો. એક હોટલમાં યુવતી સાથે જતો હતો. એ પછી બીજી યુવતી સાથે પણ એ જ હોટલમાં જતા અને પ્રેમિકાએ વીડિયો કોલ કરતા બિચારા યુવાનના વટાણા વેરાઈ ગયા હતા.
હોટલના રૂમની ડિઝાઈન જોઈને પ્રેમિકાએ સરવાળો કરી જવાબ મેળવી લીધો હતો કે તેનો આશિક કઈ જગ્યાએ છે. આ આરોપીને બાદમાં મહિલા પોલીસને સોંપવામાં આવ્યો હતો. મહિલાએ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગોમતીપુરમાં રહેતા આ યુવાને અનેક છોકરીઓ સાથે પ્રેમસંબંધ હતા. હોટલમાં તે અન્ય પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતો હતો ત્યારે વડોદરાથી આવી તેની વધુ એક પ્રેમિકાએ તેને ઝડપી પાડ્યો હતો. જોકે ચોંકાવનારી વાત એ છે કે આ પ્લેબોય મહાશયના ત્રીજી કોઈ યુવતી સાથે વેવિશાળ પણ થવાના હતા. એટલે કે રંગરેલિયા મનાવવાનો શોખીન યુવાનનો ખરો રંગ સામે આવી ગયો હતો.
આ યુવાનનું નામ આરીફખાન પઠાણ છે જેની વિરૂદ્ધ મહિલાએ બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને વિગતો મુજબ, આ મહિલા મૂળ અમદાવાદની છે. 2013ની સાલમાં તેના લગ્ન વડોદરાના એક યુવાન સાથે થયા હતા. બાદમાં છૂટાછેડા થઈ ગયા હતા. મહિલાને એક પુત્રી પણ છે. જે વડોદરામાં પતિ પાસે હોય મહિલા પણ વડોદરામાં પુત્રીને જોવા માટે જ રહેતી હતી.
2017માં તેની મુલાકાત આરીફ પઠાણની સાથે થઈ હતી. ફજલ ઉર્ફ આરીફની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે યુવતી તેની મદદ પણ કરતી હતી. આરીફે આ મહિલાને અલગ અલગ હોટલમાં લઈ જઈ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધતો રહ્યો હતો. યુવતીની માતાને કોરોના થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ સમયે યુવતી મણીનગરની એક હોટલમાં રોકાઈ હતી જ્યાં પણ ફજલ આવી શરીર સંબંધ બાંધતો હતો. યુવતી તો વડોદરા ચાલી ગઈ પણ ફજલને અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હોવાની તેને વારંવાર શંકા જતી હતી. બીજી બાજુ ‘શોખીનજીવ’ યુવતીઓને લાલચ આપી મૌજ કરતો રહેતો હતો.
યુવતીએ ગઈકાલે કરેલા વીડિયોકોલને જ્યારે યુવકે ઉપાડ્યો ત્યારે હોટલની છત જોઈ ગયેલી યુવતીને લાગ્યું કે આ એ જ હોટલ છે જ્યાં આરીફ તેની સાથે આવતો હતો. આ યુવતીએ ધડાધડ વડોદરાથી અમદાવાદ ધક્કો ખાધો અને રંગરેલીયા મનાવવાના શોખીનનો ભાંડો ફૂટી ગયો. યુવતીએ પોલીસને કહ્યું છે કે, તેને મારા સિવાય અન્ય યુવતી સાથે પણ સંબંધ છે અને આવનારા દિવસોમાં અન્ય કોઈ યુવતી સાથે પણ લગ્ન કરવાનો છે. હાલ અમદાવાદ અને વડોદરામાં આ કિસ્સો ચર્ચાએ ચડ્યો છે. ખાસ વીડિયોકોલ અને હોટલના કારણે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત