Homeદે ઘુમા કેવિશ્વની બીજી ક્રમાંકિત ટેનિસ ખેલાડીએ ફ્રેન્ચ ઓપનની મેચ જીત્યા બાદ ‘મીડિયા’ સાથે...

વિશ્વની બીજી ક્રમાંકિત ટેનિસ ખેલાડીએ ફ્રેન્ચ ઓપનની મેચ જીત્યા બાદ ‘મીડિયા’ સાથે વાત ન કરતા 11 લાખનો દંડ ફટકાર્યો

Team Chabuk-Sports Desk: વિશ્વની બીજી ક્રમાંકિત ટેનિસ ખેલાડી નાઓસી ઓસાકાએ સૌને આંચકો આપી દીધો છે. ફ્રેન્ચ ઓપન 2021માંથી તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ફ્રેન્ચ ઓપનના પહેલા રાઉન્ડમાં જીત મેળવ્યા બાદ મીડિયા સાથે વાર્તાલાપ ન કરવાના કારણે ઓસાકા પર 15,000 ડોલરનો એટલે કે આશરે 11 લાખ રૂપિયાનો દંડ ઠોકવામાં આવ્યો હતો. અને આગામી સમયમાં આવું ન કરવાની કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી.

જાપાનની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાનું કહેવું છે કે પ્રથમ જીત મેળવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ન જવા બદલ 15,000 અમેરિકી ડોલરનો તેના પર દંડ ઠોકવામાં આવ્યો છે. ભારતીય આંકડા મુજબ આ અગિયાર લાખ જેટલી મોટી રકમ છે. દંડ લાગવાના કારણે હવે તે ફ્રેન્ચ ઓપનમાંથી પોતાનું નામ પરત ખેંચી રહી છે. તેમણે કહ્યું કે, ‘હું એક સાર્વજનિક વક્તા નથી અને વિશ્વની મીડિયા સાથે વાત કરતા પહેલા મને ઘણી મૂંઝવણ થાય છે.’

ઓસાકાએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, સત્યતા એ છે કે હું 2018માં થયેલ યુએસ ઓપનથી જ માનસિક તણાવની સાથે સંઘર્ષ કરી રહી છું. જેમાંથી બહાર આવતા મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. પેરિસમાં હું પહેલાથી જ સુરક્ષિત અને ચિંતિત અનુભવ કરી રહી હતી. જેથી મેં વિચાર્યું કે મારી ભલાઈ માટે હું પ્રેસ કોન્ફરન્સ છોડી દઉં. મેં આ પ્રકારની ઘોષણા પહેલા જ કરી દીધી હતી, કારણ કે મને લાગતું હતું કે, આ નિયમના કેટલાક ભાગ જૂના પૂરાણા છે અને હું તેને ઉજાગર કરવા માગતી હતી.

જણાવી દઈએ કે ઓસાકાએ ફ્રેન્ચ ઓપનના પહેલા રાઉન્ડમાં મજબૂત શરૂઆત કરતા રોમાનિયાની પેટ્રિસિયા મારિયા ટિગને હરાવીને ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા વિભાગમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. ચાર વખતની ગ્રેન્ડ સ્લેમ વિજેતા ઓસાકાએ એક કલાક અને સુડતાલીસ મિનિટ ચાલેલા મુકાબલામાં 63મી રેન્કિંગ ધરાવતી પેટ્રિસિયાને 6-4, 7-6 (4)થી હરાવી હતી.

યુએસ ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપનની ગત વિજેતા ઓસાકાએ 2019 બાદ આ ટૂર્નામેન્ટ રમી હતી. ગત્ત વખતે ઈજાના કારણે તે ફ્રેન્ચ ઓપનમાં ભાગ નહોતી લઈ શકી. ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના નિયમોના આધારે મેચ બાદ સંવાદદાતા સંમેલનમાં જો કોઈ ખેલાડી મીડિયા સાથે વાર્તાલાપ કરવાની ના પાડે છે તો તેના પર 20,000 અમેરિકી ડોલર સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ છે.

ચાર ગ્રાન્ડ સ્લેમ આયોજનકર્તાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, 23 વર્ષીય ઓસાકા પર વધારે દંડ અને ભવિષ્યમાં ગ્રાન્ડ સ્લેમમાંથી નિલંબીત કરવામાં આવે તેવા પગલાં ભરાઈ શકે છે. ગ્રાન્ડ સ્લેમ નિયમોમાં મુખ્ય મીડિયા સાથે જોડાવાની ખેલાડીઓની જવાબદારી છે. તેના મેચનું પરિણામ જે પણ હોય. આ એક જવાબદારી છે. જે રમત, ખેલાડી અને પ્રશંસકો માટે લે છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments