Homeતાપણુંભાજપે ભૂલથી પત્રમાં ‘સલૂન વર્કર’ની જગ્યાએ ‘સેક્સ વર્કર’ લખી નાખ્યું....

ભાજપે ભૂલથી પત્રમાં ‘સલૂન વર્કર’ની જગ્યાએ ‘સેક્સ વર્કર’ લખી નાખ્યું….

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશની ભાજપ સરકારથી ન થવાનું થઈ ગયું છે. કોંગ્રેસને ટીકા કરવાનું શસ્ત્ર મળી ગયું છે. ધીમી ગતિથી ચાલી રહેલી વેક્સિનેશનની પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે સરકાર દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. જેમાં વેક્સિનેશનમાં કોને પ્રાથમિકતા આપવી એ અંગે વાત હતી.

આ લિસ્ટમાં કેટલાક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લોકોને ઝડપથી વેક્સિન આપવાની હતી. લિસ્ટમાં છેડે એક નામ હતું અને એ નામના કારણે જ આપણે વાત કરી રહ્યા છીએ. ‘સલુન’ની જગ્યાએ ‘સેક્સ’ લખી નાખ્યું.

લિસ્ટમાં કોણ કોણ?

આ લિસ્ટમાં સમાવેશ થાય છે વેપારી, ગેસ સિલિન્ડર સપ્લાઈ કરનારા, પેટ્રોલ પમ્પ સ્ટાફ, ઘરે કામ કરવા જતી મહિલાઓ, શાકભાજી અને ફળની દુકાન લગાવનારાઓ, મજૂર, મોલ, હોટલ માલિક અને છેલ્લુ નામ છે સેક્સ વર્કર. સેક્સ વર્કર નામ લખેલું છે તેને જ મધ્યપ્રદેશ કોંગ્રેસે ટ્વીટ કર્યું છે અને તેના પર સવાલ ઊભા કરી રહ્યા છે.

ભૂલ થઈ ગઈ હતી

એ પછી હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા નવો આદેશ જાહેર કરવામાં આવ્યો અને સેક્સ વર્કરની જગ્યાએ સલૂન વર્કર લખવામાં આવ્યું. સ્વાસ્થ્ય વિભાગે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે આ ટાઈપિંગ મિસ્ટેક હતી. ભૂલથી સેલુન વર્કરની જગ્યાએ સેક્સ વર્કર લખાઈ ગયું હતું. નીચે સુધારેલો પત્ર આપ વાંચો શકો છો.

Sex Workers Corona

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments