Homeગુર્જર નગરીપંજાબે વેક્સિન આપવામાં એવી કઈ પદ્ધતિ અપનાવી છે કે હાર્દિક પટેલ ગુજરાતના...

પંજાબે વેક્સિન આપવામાં એવી કઈ પદ્ધતિ અપનાવી છે કે હાર્દિક પટેલ ગુજરાતના મુખ્યમંત્રીને તેમાંથી પ્રેરણા લેવાનું કહે છે

Team Chabuk-Gujarat-Desk: ગુજરાતમાં મંથર ગતિએ ચાલી રહેલી વેક્સિનેશનની પ્રક્રિયા ટીકાના કેન્દ્રમાં આવી ગઈ છે. 18-44 વર્ષની વચ્ચેના લોકોને તમામ જિલ્લાઓમાં વેક્સિન આપવાની શરૂઆત પણ છેક ગઈકાલથી કરવામાં આવી છે. એક બાજુ લોકો અંધશ્રદ્ધામાં રાચી વેક્સિનેશનથી દૂર રહી રહ્યા છે, તો બીજી બાજુ વેક્સિનની પ્રક્રિયામાં ખાનગી હોસ્પિટલો મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. જે એક હજારમાં વેક્સિન કરી આપે છે.

બીજી લહેરમાં સર્જાયેલી ઉથલપાથલમાંથી સરકાર કાંઈ બોધપાઠ નથી લઈ રહી. ઉપરથી સૌરાષ્ટ્રના મહત્વના જિલ્લા રાજકોટમાં જ વેક્સિનેશન પ્રત્યે નિરુત્સાહી વલણ દાખવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વેક્સિનના આટ આટલા નેગેટિવ મુદ્દાઓની વચ્ચે કોંગ્રેસના હાર્દિક પટેલે સરકારને પત્ર લખ્યો છે અને વેક્સિનેશનની પ્રક્રિયામાં પંજાબ સરકારમાંથી કેટલોક બોધ પાઠ લેવાનું જણાવ્યું છે.

હાર્દિક પટેલે પોતાના પત્રમાં લખ્યું છે કે ગુજરાતમાં 100 ટકા વેક્સિનેશન થાય આવા ગામડાંઓને વિકાસ માટે વધારે ગ્રાન્ટ આપવાની જોગવાઈ હોવી જોઈએ. જેથી લોકો 100 ટકા વેક્સિનેશનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવવા ખૂદ આગળ આવે. હાર્દિક પટેલે પોતાના પત્રમાં સરકારને જણાવ્યું છે કે રાજ્યમાં પહેલી અને બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું. જેથી અસંખ્ય પરિવારો આર્થિક રીતે પડી ભાંગ્યા છે એમાં શંકાને સ્થાન નથી. ઉપરથી આગામી સમયમાં ત્રીજી લહેર આવવાની પણ સંભાવના છે. આ સમયે કોરોના સામે લડવાનું મહત્ત્વનું શસ્ત્ર કોરોના વેક્સિન છે. 18-44 વર્ષનાં લોકોને વેક્સિન આપવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જોકે તેમાં ધાર્યું પરિણામ નથી મળી રહ્યું એ સરકાર પણ સમજે છે પણ સ્વીકારતી નથી.

આ વચ્ચે પત્રમાં પંજાબની કોંગ્રેસ સરકાર તરફથી બોધપાઠ લેવાનું હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને કહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે જે ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન થાય તે ગામડાને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાનો નિર્ણય લીધો છે. હાર્દિક પટેલે કહ્યું છે કે, પંજાબ સરકાર જે રીતે કામ કરી રહી છે તેવી રીતે જ ગુજરાત સરકારે પણ કામગીરી કરવી જોઈએ. જો સરકાર જાહેરાત કરે કે 100 ટકા વેક્સિનેશનની પ્રક્રિયા થશે એ ગામમાં વિકાસ માટે પાંચ લાખથી વધુની ગ્રાન્ટ અપાશે, તો આ જાહેરાતથી કોરોના સામે લડાઈ વધુ મજબૂત બનશે અને વિકાસનાં કામમાં પણ વધારો થશે. એક ગુજરાતી તરીકે આપની પાસે મારી લાગણી અને માગણી વ્યક્ત કરી રહ્યો છું.

જોકે હાર્દિક પટેલે સરકારને પત્ર લખીને આવું કહ્યું હોય તેવું પહેલી વખત નથી. આ પહેલા પણ હાર્દિકે સરકારને કોરોનાની બીજી લહેરમાં અમારી પાસે 65 ધારાસભ્યો છે રાજનીતિને કોરાણે મૂકી સાથે મળીને કામ કરીએ તેવી ઓનલાઈન પહેલ કરી હતી. જોકે એ વાતનું પણ સૂરસૂરિયું થઈ ગયું હતું. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હાર્દિકની તેમાં પણ એ વાત જે કોંગ્રેસશાસિત રાજ્યના મુખ્યપ્રધાને અમલમાં મુકી છે તેની, ગુજરાતમાં અમલવારી કરશે? આ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments