Team Chabuk-National Desk: નવા આઈટી નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને ટ્વીટરની વચ્ચે તલવાર તણાઈ ગઈ છે. એક બાજુ સરકાર છે જે નવા આઈટી નિયમોને લાગુ કરવાની વૈતરણી પાર કરવા માટે ટ્વીટરને વારંવાર કહી રહી છે અને એક બાજુ ટ્વીટર છે હજુ પણ નમવા માટે તૈયાર નથી. આજે શનિવારના રોજ કેન્દ્ર સરકાર તરફથી ટ્વીટરને અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં ટ્વીટરને કડક શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, કાં તો તેઓ નિયમ માને અથવા તો ભારતીય કાયદા મુજબ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.
25 ફેબ્રુઆરીના રોજ બનાવવામાં આવેલા નવા આઈટી રૂલ્સમાં સરકાર દ્વારા સાફ કહેવામાં આવ્યું હતું કે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના 50 લાખથી વધારે યુઝર્સ હોય તેને ભારતમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરવાની રહેશે. આ માટે ત્રણ મહિનાની પર્યાપ્ત અવધિ આપવામાં આવી હતી. 25 મેના રોજ તેની સીમા મર્યાદા પૂર્ણ થઈ ગઈ. ગત્ત અઠવાડિયે ટ્વીટર તરફથી દિલ્હી હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, તેણે 28 મેના રોજ ફરિયાદ અધિકારીની નિમણૂક કરી દીધી છે. જોકે સરકાર તેનાથી બિલકુલ સંતુષ્ટ નથી.
આઈટી મંત્રાલય તરફથી નવા નિયમોને લઈને 26 મેના રોજ ટ્વવીટરને પ્રથમ વખત નોટીસ પાઠવવામાં આવી હતી. એ પછી 28 મે અને 2 જૂનના રોજ પુન: નોટિસ પાઠવવામાં આવી હતી. હવે આજે શનિવારનાં રોજ અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે.
આઈટી મંત્રાલય તરફથી મોકલવામાં આવેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે, સરકાર ટ્વીટરના જવાબથી સંતુષ્ટ નથી. જ્યારે ટ્વીટરની તરફથી ભારતમાં જે ફરિયાદ અધિકારી અને નોડલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે એ ટ્વવીટરના કર્મચારી પણ નથી. એ સિવાય કંપનીએ પોતાનું સરનામું લો ફર્મના ઓફિસનું આપ્યું છે જે નિયમોની વિરૂદ્ધમાં છે.
Government of India gives final notice to Twitter for compliance with new IT rules. pic.twitter.com/98S0Pq8g2U
— ANI (@ANI) June 5, 2021
નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ભારત સૌથી મોટું લોકતંત્ર છે. ટ્વવીટરનો અહીં ખુલ્લા હાથે સ્વીકાર કરવામાં આવ્યો. પરંતુ 10 વર્ષથી અહીં કામ કરવા છતાં ટ્વીટર એવું કોઈ મેકેનિઝમ નથી બનાવી શક્યું કે જેનાથી ભારતનાં લોકોને ટ્વીટરના વિષે પોતાની ફરિયાદ ઉકેલવાની તક મળે. જે લોકોને ટ્વીટરના પ્લેટફોર્મ પર અપશબ્દોનો સામનો કરવો પડે છે કે યૌન દુરાચારનો સામનો કરવો પડે છે તેમને પોતાની ફરિયાદના સમાધાન માટે મેકેનિઝમ મળવું જોઈએ. ટ્વીટરે 26 મે 2021થી જ નિયમોને માનવા પડશે.
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, સદભાવનાની રીતે નવા આઈટી નિયમોના પાલન માટે ટ્વીટરને એક અંતિમ તક આપવામાં આવી રહી છે. તેનું પાલન ન કરવા પર ટ્વીટરને આઈટી કાયદાના અનુચ્છેદ 79 હેઠળ કહેવામાં આવે છે. એ પછી ટ્વીટર આઈટી કાયદા અને ભારતના અન્ય કાયદાઓ હેઠળ પરિણામ ભોગતવા માટે તૈયાર રહે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત