Homeગામનાં ચોરેપ્રેમીને બચાવવા વચ્ચે પડેલી બહેનની ભાઈના હાથે હત્યા

પ્રેમીને બચાવવા વચ્ચે પડેલી બહેનની ભાઈના હાથે હત્યા

Team Chabuk-National Desk: ઝારખંડમાં કાયદો હાથમાં લેનારા બે વ્યક્તિને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આ બે વ્યક્તિઓ એવા છે જેના હાથે રાખડી બાંધનારી બહેનની હત્યા થઈ ગઈ. ઝઘડો બહેનના પ્રેમ સંબંધ મુદ્દે બહેનના પ્રેમી સાથે થઈ રહ્યો હતો પરંતુ આ ઘટનાનો કરૂણ અંજામ ત્યારે આવ્યો જ્યારે ભાઈના હાથે જ બહેનની હત્યા થઈ ગઈ. બહેન તેના પ્રેમી સાથે ખુશ હતી. પરિવારના ડરથી આ પ્રેમીપંખીડા પરિવારથી છુપાઈને એક બીજાના પ્રેમમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે, આખરે આ પ્રેમ સંબંધનો પણ કરૂણ અંજામ આવ્યો છે.

ભાઈના હાથે બહેનની હત્યા

ઘટના ઝારખંડના ચતરા જિલ્લાની છે. અહીં જ બે ભાઈઓઓ પોતાની બહેનની હત્યાના આરોપમાં જેલના સળિયા ગણી રહ્યા છે. આરોપીઓએ બહેનને કોઈ યુવક સાથે જોઈ લીધી હતી જેથી બંને ભાઈઓ યુવક સાથે મારઝુડ કરવા લાગ્યા હતા. પોતાના પ્રેમીની બેરહેમીથી પીટાઈ થતાં જોઈ યુવતી તેને બચાવવા ગઈ હતી પરંતુ ક્રોધે ભરાયેલા ભાઈઓએ પ્રેમીને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન યુવતીને લાકડીનો એક ઘા વાગી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

પ્રેમી યુગલ તળાવ કિનારે ગયા હતું

મળતી વિગતો મુજબ યુવક અને યુવતી મળવા માટે ગામના જ એક તળાવ પાસે ગયા હતા. અહીં યુવતીના પરિવારજનોએ બંનેને એક સાથે જોઈ લીધા હતા. યુવકને યુવતી સાથે જોતા જ પરિવારે ઝઘડો શરૂ કરી દીધો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.

પોલીસે બે આરોપીની ધરપકડ કરી

બીજી તરફ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને યુવતીના બે ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ પણ કરી લીધી હતી. હાલ ઝડપાયેલા બંને યુવકો પોલીસ કસ્ટડીમાં છે.

યુવકની હાલત ગંભીર

આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપી સુરજ ગંઝુ અને જીવન ગંઝુ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત યુવકને પોલીસે વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે પ્રેમીની હાલત ગંભીર છે.

તાજેતાજો ઘાણવો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments