Team Chabuk-Gujarat Desk: કોરોનાની સ્પીડ ધીમી પડતાં હવે જનજીવન સામાન્ય બની રહ્યું છે. સરકારે પણ વિવિધ ધંધા-ઉદ્યોગને ખોલવાની પરવાનગી આપી દીધી છે. ત્યારે હવે લાંબા સમયથી લટકેલી ભરતી પરીક્ષાઓ પણ લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે ઉમેદવારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા સિનિયર ક્લાર્ક માટેની ભરતી બહાર પાડવામાં આવી હતી. ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. પરંતુ કોરોનાના મહામારીના કારણે લગભગ ભરતી પ્રક્રિયા પર બ્રેક લાગી ગઈ હતી. જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા પણ અટકાવી દેવામાં આવી હતી. જો કે હવે ધીમે ધીમે કોરોનાની બીજી લહેર વિદાય લઈ રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહિતનું સરકારી તંત્ર ફરી એકવાર પરીક્ષા લેવાની તૈયારી કરી રહ્યું છે.
ગુજરાતમાં સિનિયર ક્લાર્કની પરીક્ષાની છેલ્લા ઘણા સમયથી યુવાનો રાહ જોઈ રહ્યા છે. ત્યારે સિનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાની તારીખો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે 01-08-2019ના દિવસે જાહેરાત બાદથી સિનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા લટકી હતી. બાદમાં કોરોના આવી જતાં ભરતી પ્રક્રિયા પણ માળીયે ચડાવી દેવામાં આવી હતી. અંતે હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિય ક્લાર્કની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી તારીખ 31-07-2021ને શનિવારના રોજ સિનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પરીક્ષા 31 જુલાઈને શનિવારના રોજ બપોરે 11 થી 1 વાગ્યા સુધી યોજાશે. પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટે વિગતવાર કાર્યક્રમ પરીક્ષાના 10 દિવસ અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર મૂકી દેવામાં આવશે, જ્યાંથી ઉમેદવારો પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આખરે બે વર્ષ બાદ સિનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની જાહેરાત કરાતાં પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત