Homeગુર્જર નગરીગોંડલના આધેડને VIP મેડમ સાથે શરીર સુખના ચક્કરમાં 1.30 કરોડનો ધુમ્બો લાગી...

ગોંડલના આધેડને VIP મેડમ સાથે શરીર સુખના ચક્કરમાં 1.30 કરોડનો ધુમ્બો લાગી ગયો

Team Chabuk-Gujarat Desk: થોડાં સમય પહેલા જ પોર્ન વેબસાઈટમાં ઓનાલાઈન સેક્સના રવાડે ચડેલા યુવાનનાં કપડાં ઉતારાવી તેનો વીડિયો બનાવી લઈ પૈસાની માગણી કરવામાં આવી હતી અને જો ન આપવામાં આવે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી ઉચ્ચારવામાં આવી હતી.

હવે ફરી એક વખત ગોંડલ આવા જ એક કારણસર ચર્ચામાં છે. આ વખતે એક આધેડ ફસાયા છે. આ આધેડ વીઆઈપી મેડમ સાથે ડેટિંગ સેક્સ અને ત્રણ ગણા રૂપિયાના ચક્કરમાં 1,29,33,900 રૂપિયાનો ધુમ્બો લાગી ગયો છે. જો તેઓ સમયસર ચેતીને એ મેસેજના રવાડે ન ચડ્યા હોત તો આમાનું કાંઈ થાત જ નહીં.

આ આધેડનું નામ અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ વિરપરિયા છે. તેમની ઉંમર 51 વર્ષની છે. ગુંદાળા રોજ પર આવેલ બ્રહ્માણી પાર્કમાં રહે છે અને મહારાષ્ટ્રમાં જેસીબી ચલાવવાનો વ્યવસાય કરે છે. તેઓ ડેટિંગ સેક્સના કારણે અધધ રૂપિયા ગુમાવી ચૂક્યા છે.

આ ઘટના એવા સમયે બની જ્યારે અશ્વિનભાઈ મહારાષ્ટ્રથી અમદાવાદ આવી રહ્યા હતા. અહીં તેમના મોબાઈલની સ્ક્રિન પર એક મેસેજ આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, હાઈપ્રોફાઈલ વીઆઈપી મેડમ સાથે ડેટીંગ સેક્સમાં રસ હોય તો મેસેજ કરો. એ પછી બીજો પાસો ફેંકાયો હતો અને મેમ્બરશીપ મેળવવા માટે એકાઊન્ટમાં રૂપિયા ભરવાનું કહેવામાં આવ્યું હતું. સતત અલગ અલગ લોકોનાં ફોન આવતા રહ્યા હતા. અશ્વિનભાઈએ આંગડિયા પેઢી આરસી એન્ટરપ્રાઇઝ, પીએમ એન્ટરપ્રાઇઝ મારફત રકમ ટ્રાન્સફર કરી હતી અને રોકેલા રૂપિયા ત્રણ ગણા કરવાની લાલચ પણ આપી હતી. જોકે અશ્વિનભાઈને છેતરામણીનો ભોગ બન્યાની મોડે મોડે ખબર પડી હતી.

આ કારણે પોલીસ સ્ટેશને શિક્ષા બક્ષી, અભિષેક, જોસેફ, કમલેશ, કૌશલ, એપલ, અલ્પેશ, દાનિશ પટેલ, કેરાજ ભાટી, કેશવ, રોહન પવાર, નિમેષ સોની રમેશ અને પાર્થ યાજ્ઞિક નામના શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments