Team Chabuk-Gujarat Desk: પોરબંદર જિલ્લાના સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને પાકા મકાન બનાવવા માટે સરકાર દ્રારા ડો. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ રૂ.૧.૨૦ લાખની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા જિલ્લા મેનેજર અને નાયબ નિયામક, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ (અનુસુચિત જાતિ)ની કચેરી પોરબંદર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત સફાઇ કામદાર વિકાસ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા મકાન બનાવવા માટે ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. જેમાં કોઇ આવક મર્યાદા લાગુ પડશે નહીં. આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે સફાઇ કામદાર કે તેમના આશ્રિતોએ http://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેથી પોરબંદર જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોએ લાભ લેવા જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ પોરબંદરની કચેરીનો સંપર્ક કરવા જિલ્લા મેનેજર સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અનુસુચિત જાતિ) કે.એફ.મકવાણાએ જણાવ્યું છે. વધુ જાણકારી માટે કચેરીનો ફોન નં.૦૨૮૬-૨૨૨૨૧૫૩ નંબર પર સંપર્ક કરવો.
પોરબંદર જિલ્લામાથી વિદેશ જવા ઈચ્છતા લોકોને કોરોના પ્રતિરોધક રસી અપાશે
પોરબંદર જિલ્લામાથી વિદેશ જવા ઈચ્છતા લોકો માટે જિલ્લા તંત્ર દ્વારા રસીકરણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના મહામારીથી નાગરિકોને રક્ષણ મળે તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લામાથી અભ્યાસ, જોબ વિગેરે અર્થે વિદેશ જવા ઈચ્છતા લોકો કે જેમને ૨૮ દિવસ બાદ કોવિશિલ્ડનો બીજો ડોઝ દેવાનો થતો હોય તેઓ એ સૌ પ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ, સાંદીપની આશ્રમ રોડ, પોરબંદર ખાતે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત