Team Chabuk-Gujarat Desk: બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો તેમજ શાકભાજીનું વેચાણ કરતા લારીવાળા ફેરીયાઓ માટે સરકારશ્રી વિવિધ યોજનાઓ અન્વયે સહાય આપવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લામાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ ફળ, શાકભાજી તથા નાશવંત કૃષિ પાકોનું સાઇડ હાટ બજારમાં વેચાણ કરતા લારીવાળા ફેરિયાઓને વિનામૂલ્યે છત્રી આપવાની સહાય યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.
છત્રી મેળવવા માગતા અરજદારોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લઇ સહી કરી આધારકાર્ડ, રાશનકાર્ડ તથા ગ્રામ સેવકનો દાખલો જોડી જુનાગઢ નાયબ બાગાયત નિયામક કચેરીએ રજૂ કરવાની રહેશે.
આ યોજનાનો લાભ મેળવવા માંગતા અરજદારો માટે સરકારશ્રી દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર તા.૧૫ જુલાઇ સુધી ખુલ્લુ મૂકવામાં આવેલ છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચરી, લધુ કૃષિ ભવન, નવી મામલતદાર ઓફિસની બાજુમાં, જૂનાગઢ ખાતે સંપર્ક કરવો અથવા ફોન નંબર-૦૨૮૫-૨૬૩૫૦૧૯ પર સંપર્ક કરવાનો રેહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત