Homeગુર્જર નગરીસાડા પાંચ ઈંચ વરસાદે બનાસકાંઠાને ધમરોળ્યું, હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની...

સાડા પાંચ ઈંચ વરસાદે બનાસકાંઠાને ધમરોળ્યું, હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી મોટો પલટો આવ્યો છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે જ ગુજરાતના અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે કે પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. ગઈકાલે પડેલા વરસાદ પર નજર કરવામાં આવે તો અંજાર બાદ મેઘરાજાએ બનાસકાંઠાને ધમરોળ્યું હતું. શહેરમાં 24 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડતા માર્ગો ધોવાઈ ગયા હતા અને રસ્તાઓ તળાવમાં તબ્દિલ થઈ ગયા હતા. બનાસકાંઠા સિવાય નજીકના સુઈગામમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઠેકઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ કૃપા વરસાવી હતી. અહીં 24 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના દાંતામાં સૌથી વધારે સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય વડગામ, વાવ, પાલનપુર, ડીસા, ભાભર, વિસ્તારમાં પણ સામાન્ય એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશખબર છે કે વાવણીલાયક વરસાદ પડ્યો છે. તો ભારે વરસાદ પડવાના કારણે બનાસકાંઠાના રહીશોને ઉનાળાના ઉકળાટમાંથી મુક્તિ મળી ગઈ હતી અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગુજરાતમાં ગત રોજ ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના પર એક ઉડતી નજર નાખીએ.

સ્થળવરસાદ ઈંચમાં
ભાણવડ ગ્રામ્ય9
ગડુ5
માંગરોળ4
મેંદરડા3
બાબરા3
ધોરાજી2.5
રાજકોટ2
જૂનાગઢ0.5
દાંતા5.4
કચ્છ1થી 5
દેવભૂમિ દ્વારકા1થી 5
સાબરકાંઠા,1થી 5
સુરેન્દ્રનગર1થી 5
સુરત1થી 5
અંજાર5
ગાંધીધામ3
મુન્દ્રા2
ભચાઉ1
ઉમરપાડા2.4

ગુજરાતમાં ચાર દિવસ મેઘરાજાનું સામ્રાજ્ય રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા સમયમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા પોતાની ઈનિંગનો આરંભ કરી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments