Homeગુર્જર નગરીચાલતા ટ્રકમાંથી ટાયર નીકળી આઠ લોકોની પાછળ પડતા થયું એવું કે....

ચાલતા ટ્રકમાંથી ટાયર નીકળી આઠ લોકોની પાછળ પડતા થયું એવું કે….

Team Chabuk-Gujarat Desk: મોરબીમાં જાહેરમાર્ગ પર એક વિચિત્ર બનાવ બન્યો હતો. અહીં રસ્તા પર શાંતિથી પસાર થઈ રહેલા ટ્રકનું ટાયર નીકળી ગયું હતું અને ધસમસતુ દુકાનમાં ઘુસી ગયું હતું. ટ્રકનું ટાયર નીકળી લોકોની તરફ આવતા નાસભાગ મચી ગઈ હતી. લોકો બે ઘડી શું નું શું થઈ ગયું તેના વિચારમાં ગરકાવ થઈ ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે ટ્રકનું ટાયર નીકળી ગયું હતું અને ડ્રાઈવરનો ટ્રક આગળ નીકળી ગયો હતો. એ પછી ટાયરે પોતાની દિશા બદલતા લોકો ભણી આવવા લાગ્યું હતું.

આ સમગ્ર ઘટના મોરબીના મોરબી જિલ્લાના નવલખીના ખાખારાળા ગામની પાસે બની હતી. ઘટના બની એ સમયે આઠ જેટલા લોકો ત્યાં હાજર હતા. ઘટનાના સીસીટીવી દૃશ્યો પણ સામે આવ્યા છે. હાઈવે પરથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો અને અચાનક તેનું ટાયર નીકળી ગયું હતું. ટાયર નીકળી ગયું તેની ડ્રાઈવરને પણ ખબર નહોતી રહી. તે ટ્રક લઈ આગળ નીકળી ગયો હતો જ્યારે ટાયરે લોકો તરફ આવી રહ્યું હતું.

ટાયર પોતાની તરફ આવી રહ્યું છે એ જોઈ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સૌ પહેલા ટાયર ગેસ સિલિન્ડરની સાથે અથડાયું હતું. તેની ઝડપ એટલી હતી કે બાદમાં ટાયર દિવાલની સાથે અથડાયું અને દિવાલને નજીવું નુકસાન કર્યું હતું. જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની નહોતી થઈ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments