Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં લવજેહાદનો પ્રથમ કેસ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં બીજો કેસ વલસાડના વાપી ખાતે નોંધાયો છે. વડોદરાના કેસમાં ઘટનાક્રમ એવો હતો કે વીધર્મી યુવકે ખ્રિસ્તી નામ માર્ટિન સેમ ધારણ કર્યું હતું. આ યુવાન હિન્દુ યુવતીના સંપર્કમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવ્યો હતો. જે પછી તેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું અને તેની તસવીરો પાડી ધમકી આપી હતી. યુવતીને બે વખત ગર્ભ પણ રહી ગયો હતો આ સિવાય તેણે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું.
હવે વડોદરા બાદ વલસાડમાં લવ જેહાદનો બીજો કેસ નોંધાયો છે. વાપીમાં રહેતી યુવતીને તેનો પાડોશી યુવક જ લગ્નની લાલચ આપી નસાડી ગયો હતો. વિધર્મી યુવકે અજમેરમાં યુવતી સાથે લગ્ન કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને બાદમાં તેણી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોલીસે હાલ આ યુવાનની અટકાયત કરી છે અને નવા કાયદા મુજબની કલમો લગાવી આગળની તપાસ હાથ ધરી છે.
વાપીમાં રહેતો ઈમરાન વશી નામનો યુવાન 10મી જૂનના રોજ પોતાના પાડોશમાં રહેતી યુવતીને ભગાડી ગયો હતો. યુવતી જો સાથે ન આવે તો તેના ભાઈને મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. એ પછી યુવતીને લઈ તે અજમેર શરીફ પહોંચી ગયો હતો જ્યાં તેણે લગ્ન કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યાંથી ઈન્દોર ગયાની માહિતી પોલીસખાતાને મળતા યુવાનને પકડી પાડવામાં આવ્યો હતો. આ યુવકે 19 વર્ષની આ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યા હોવાનું સામે આવ્યું છે. જો પીડિતા આવું ન કરે તો તેના ભાઈને જાનથી મારી નાખવાની વિધર્મી યુવક ધમકી પણ ઉચ્ચારતો હતો.
પોલીસે હાલ આ સમગ્ર કેસમાં નવા કાયદા પ્રમાણે સુધારણા અધિનિયમ 2021 કલમ 4 તથા આઇપીસી કલમ 366, 376 (2) અને, 506(2), મુજબ ગુનો દાખલ કરી વિધર્મી યુવક ઇમરાન વશીની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત