Homeગુર્જર નગરીગજબ: દાહોદમાં ફરિયાદ નોંધવવા આવનારા જ આરોપી બની ગયો

ગજબ: દાહોદમાં ફરિયાદ નોંધવવા આવનારા જ આરોપી બની ગયો

Team Chabuk-Gujarat Desk: દાહોદ જિલ્લાના ફતેહપુર તાલુકામાં એક પિતાને પોલીસ કેસ નોંધવવો ભારે પડી ગયો. આ કેસ પ્રેમી પ્રેમિકાને ભગાડી ગયો તેનો હતો. જેથી પિતા પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધવવા આવ્યા હતા. જોકે આ પિતાએ એવું કારસ્તાન કર્યું હતું કે બાદમાં ફરિયાદીને જ આરોપી બની જવાનો વારો આવ્યો હતો.

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે દાહોદના ફતેહપુરા તાલુકામાં એક છોકરી ઝાલોદ તાલુકાના પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. યુવતીના પિતાએ આ અંગે 15 દિવસ પહેલા પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જેમાં યુવતીના પિતાએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરી યુવતી સગીર હોવાનું કહ્યું હતું. જે પછી પોલીસે પણ પોક્સો એક્ટની કલમનો ઉમેરો કર્યો હતો.

તમામ પુરાવાઓની ચકાસણી પોલીસે કરી હતી. જેમાં યુવતીનું જન્મનું પ્રમાણપત્ર સામેલ નહોતું. જોકે પોલીસ આ વાતની ખરાઈ કરવા માટે શાળામાં પહોંચી હતી અને ત્યાં ખબર પડી હતી કે જે પિતાએ યુવતીની સગીર બતાવી છે તે તો સગીર છે જ નહીં. યુવતીની સાચી જન્મતારીખની નકલમાં પિતાએ ચેડા કર્યા હતા. જેનો પર્દાફાશ થતા ઝાલોદ સી.પી.આઈ એમ.જી. ડામોરે યુવતીના પિતા હીંમતભાઈ ભાભોર વિરુદ્ધ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદી જ આરોપી બની ગયા હતા.

પોતાની પુત્રી ભાગી જાય ત્યારે દરેક માતા પિતા ચિંતિત રહેતા હોય છે પણ હીંમતભાઈ ભાભોર દ્વારા કરવામાં આવ્યું તે તો કાયદાની વિરૂદ્ધ છે. ખરાં સમયે પોલીસને આ અંગેની જાણ થઈ જતાં આખરે સમગ્ર દાહોદમાં આ કિસ્સો ચર્ચાની એરણે ચડ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments