Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર: કોઈએ નર્મદાની કેનાલનો વાલ ખોલી નાખતા ખેડૂતની આખા વર્ષની મહેનત પાણીમાં...

સુરેન્દ્રનગર: કોઈએ નર્મદાની કેનાલનો વાલ ખોલી નાખતા ખેડૂતની આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ

Team Chabuk-Gujarat Desk: હળવદ પંથકમાં મેઘરાજા તો મહેરબાન થયા જ સાથે જ કેટલાક મસ્તીખોરોએ પણ પોતાની કળા દેખાડી નર્મદા કેનાલનો વાલ ખોલી નાખતા એક ખેડૂતનું ખેતર પાણી પાણી થઈ ગયું હતું. જેના કારણે ખેડૂતના મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ સમગ્ર ઘટના હળવદ તાલુકાની છે. હળવદ તાલુકામાં મેઘરાજાએ અતિકૃપા વરસાવી દીધી છે. ખેડૂતો આ કારણે જ મેઘરાજા જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. તેવામાં કોઈ ટીખળખોરે ખેડૂતને પડ્યા પર પાટુ મારી તેમની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે.

એક બાજુ વરસાદના કારણે પાણી સૂકાયા નથી ત્યાં બીજી બાજુ ધ્રાંગધ્રા બ્રાન્ચની કેનાલ હેઠળ આવતી 18 નમ્બરની કેનાલનો વાલ કોઈએ ખોલી નાખ્યો હતો. કેનાલ ઓવરફ્લો થઈ હતી. નજીકમાં કાનજીભાઈનું ખેતર હતું. જે બેટમાં તબ્દિલ થઈ ગયું છે.

મગફળીના પાકમાં જ્યારે પાણી પડે ત્યારે ખેડૂતનો પાક બળી જાય છે. આ ખેડૂતને પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે ખેડૂતોનું પણ કહેવું છે કે, ઘનશ્યામગઢથી ઈસનપુર રોડ પર વારંવાર કેનાલનું પાણી ભરાઈને આવતું હોય ખેતરે જવું મુશ્કેલ થઈ પડે છે. હવે આ પાણી આ રીતે ફરી વળતા વીસ જેટલા ખેડૂતોને ખેતરે જવું આકરું થયું છે. જોકે નર્મદાના અધિકારીઓએ હાથ ઉંચા કરી લેતા કહ્યું હતું કે, આ પાણી અમારું નથી. આ તો વરસાદનું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments