Homeદે ઘુમા કેભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેના ફાઈનલ મુકાબલાનો ચોથો દિવસ પાણીમાં

ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેના ફાઈનલ મુકાબલાનો ચોથો દિવસ પાણીમાં

Team Chabuk-Sports Desk: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સાઉથેપ્ટન ખાતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમાઈ રહી છે. જોકે રમાઈ રહી કરતા ધોવાઈ રહી છે શબ્દ વધારે ઉચિત રહેશે. મેચના ચાર દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને મોટાભાગનો મેચ વરસાદ રમી ચૂક્યો છે. ચાર દિવસની અંદર અંદર 360 ઓવરની રમત થવાની હતી. જોકે 218.5 ઓવરની રમત વરસાદના કારણે બલિ ચડી ચૂકી છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પહેલા જ ફાઈનલ મુકાબલા માટે રિઝર્વ ડે રાખ્યો હતો. પ્રથમ દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગયા બાદ રિઝર્વ ડે રમતનો ભાગ બન્યું હતું. આમ છતાં મેચમાં પરિણામ નીકળવાની સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે.

હવામાન વિભાગ દ્વારા સોમવારના રોજ વાતાવરણ સ્પષ્ટ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. જોકે આ આગાહી ખોટી ઠરી હતી. સોમવારની રમત એક પણ બોલ નાખ્યા વિના કેન્સલ કરવાની નોબત આવી પડી હતી. અમ્પાયરોએ ફાઈનલ શરૂ કરતા પહેલા પાંચ કલાકની પ્રતિક્ષા કરી હતી. અંતે દિવસની રમતને કેન્સલ કરવી પડી હતી અને ચોથો દિવસ વરસાદના નામે રહ્યો હતો.

જો આગામી બે દિવસ સુધી સાઉથેપ્ટનનું વાતાવરણ સાફ રહે છે તો મેચમાં 196 ઓવર બચી છે. આઈસીસીના નિયમના અનુસાર એક દિવસમાં 98 ઓવરથી વધારેની રમત ન થઈ શકે. 196 ઓવરમાં પરિણામ નીકળવું આકરું છે કારણ કે હજુ 28 વિકેટ પાડવાની છે. આ સિવાય સાઉથેપ્ટનના વાતાવરણનો પણ ભરોસો નથી. આગામી દિવસ વરસાદ વિના મેચ સંભવ છે તે પણ કહી શકાય તેમ નથી.

મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને પહેલી બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની ઈનિંગ 217 રનમાં પૂર્ણ થઈ હતી. જેમાં મોટાભાગના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા અને કોઈ મોટી ઈનિંગ રમી નહોતી. ભારતીય ટીમને પવેલિયન મોકલવામાં બોલર જેમસનનો મોટો ફાળો રહ્યો હતો. હાલ ન્યૂઝીલેન્ડ 101 રન બે વિકેટના નુકસાન પર કર્યા છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments