Homeગુર્જર નગરીવીડિયોકોલ કરી વડોદરાના સિત્તેર વર્ષનાં વૃદ્ધ ખૂદ તો નગ્ન થઈ જતાં મહિલાને...

વીડિયોકોલ કરી વડોદરાના સિત્તેર વર્ષનાં વૃદ્ધ ખૂદ તો નગ્ન થઈ જતાં મહિલાને પણ મજબૂર કરતાં

Team Chabuk-Gujarat Deask: સમગ્ર વડોદરા શહેરને એક વૃદ્ધના વાઈરલ વીડિયોએ બાનમાં લઈને રાખ્યું છે. સિત્તેર વર્ષનો વૃદ્ધ વકીલ એક ન્યૂડ વીડિયોના કારણે ચર્ચામાં આવ્યો છે. વકીલની પત્નીએ આ વીડિયો યુવતીના પતિને મોકલ્યો હતો અને વૃદ્ધનો ભાંડો ફૂટી ગયો હતો. આ પહેલા ગોત્રી પોલીસે નોંધલા ગુનાની મૂળ ગંગોત્રી કઈ છે એ તપાસી લઈએ.

આ વકીલ અપરિચિત છે એવું નથી. વકીલની મહિલાના ઘરે પહેલા પણ અવર જવર રહેતી હતી પણ તેની નજર ક્યાં છે તે એ વખતે કોઈને ખબર નહોતી. વર્ષ 2012ની સાલમાં જ્યારે યુવતી સ્નાતક થઈ તો વકીલ સાહેબે તેને એલએલબી કરી લેવાનું કહ્યું અને હું તને શીખવાડીશ આવી વાત મૂકી. મહિલાએ પણ વૃદ્ધની વાતનું નખશીખ પાલન કર્યું. એ એલએલબીનો અભ્યાસ કરવા લાગી સાથે જ ડોસા પાસે વકીલાતની પ્રેક્ટિસ કરતી હતી. આ ડોસો વકીલ પરિણીતાના ઘરે અવારનવાર આવી જતો હતો અને બીભત્સ માંગણીઓ કરવા લાગતો હતો. જેથી મહિલા ચિંતિત રહેતી હતી.

આ અંગે મહિલાએ એવા આક્ષેપ કર્યા છે કે, વૃદ્ધ વીડિયો કોલ કરતાં અને વીડિયો કોલમાં ખૂદ તો નગ્ન થઈ જતાં પણ મહિલાને પણ એવું કરવા માટે મજબૂર કરતા હતા. અશ્લીલ હરકતો કરતા હતા. કોઈક વખત ઘરે આવીને અડપલાં પણ કરતા હતા. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેઓ તેમના પરિવારને મારી નાખવાની ધમકી ઉચ્ચારતા હતા.

મહિલાનું પણ અગાઉ ઘરભંગ થઈ ગયું હોય તેણે બીજા વેવિશાળ કર્યા હતા પણ તેના સુખની વચ્ચે વૃદ્ધ વકિલ આવી ગયો હતો. એક દિવસ વૃદ્ધ વકીલે પોતાની પત્નીના મોબાઈલમાંથી 21 જૂનનાં રોજ વીડિયો મહિલાને મોકલ્યો હતો. જે બાદ સમગ્ર ઘટનાક્રમ સામે આવી ગયો હતો.

આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. વકીલ દંપત્તિ હાલ ફરાર થઈ ગયા છે. મૂળ વાત ત્યાં આવીને ઊભી રહે છે કે વકીલની પત્નીએ વીડિયો વાઈરલ શા માટે કર્યો?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments