Team Chabauk-Gujarat Desk: રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર હવે લગભગ વિદાયમાન થઈ ચુકી છે ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ સહિતના કેટલાક નિયંત્રણોમાં છૂટછાટ આપવાની શરૂઆત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે કે હવે રાજ્યના 18 શહેરોમાં જ રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. અત્યાર સુધી રાજ્યમાં કૂલ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. પરંતુ સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. જ્યારે આણંદ, દાહોદ, ગાંધીધામ, નડિયાદ, ગોધરા, સુરેન્દ્રનગર, હિંમતનગર, પાલનપુર, મોડાસા, કડી, રાધનપુર, વિસનગર, અમરેલી, પોરબંદર, છોટા ઉદેપુર, બોટાદ, વિરમગામ, વેરાવળ અને અંકલેશ્વરમાંથી કર્ફ્યૂ હટાવી લેવાયો છે.
આ ૧૮ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો છે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.
આ ૧૮ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રિના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ જુલાઈ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.
અત્યાર સુધી લગ્ન પ્રસંગમાં 50 લોકોને છૂટછાટ આપવામાં આવતી હતી જે વધારી દેવામાં આવી છે. હવે લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. અંતિમક્રિયા અને દફનવિધિમાં ૪૦ લોકોને છૂટ અપાઈ છે. સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના ૫૦ ટકા અને મહત્તમ ૨૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે.
વાંચનાલયોની ક્ષમતાના ૬૦ ટકાને મંજૂરી અપાઈ છે. GSRTCની બસોમાં ૭૫ ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઈ છે. પાર્ક-ગાર્ડન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના સિનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. નવા નિયંત્રણો અને ગાઈડલાઈન 27 જૂનથી લાગુ પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત