Homeગુર્જર નગરીસુરત: ઘર નજીક રહેતા યુવાન સાથે જેને પ્રેમ સંબંધ બંધાયો તેણે જ...

સુરત: ઘર નજીક રહેતા યુવાન સાથે જેને પ્રેમ સંબંધ બંધાયો તેણે જ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

Team Chabuk-Gujarat Desk: સુરતમાં રોજબરોજ બિલાડીનાં ટોપની માફક મહિલાઓનું શોષણ, અત્યાચાર અને દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. આ ફરિયાદમાં વધુ એકનો ઉમેરો થયો છે. જ્યાં સુરતના અમરોલી વિસ્તારમાંથી એક યુવક એક યુવતીને તેના મામાને ત્યાં એમપી લઈ ગયો અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાએ પોતાના ઘરે પરત આવી જ્યારે માતા પિતાને જાણ કરી ત્યારે તેમણે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના ત્યારે બની જ્યારે સુરતમાં રહેતી યુવતીને પોતાના ઘરની નજીક રહેતા યુવક સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમઘેલી વાતો કરવામાં પાવરઘા યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને યુવતી તેના પ્રેમમાં ભોળવાઈ ગઈ હતી. એ પછી યુવાન યુવતીને લઈ મધ્યપ્રદેશ ચાલ્યો ગયો હતો જ્યાં તેના મામા રહે છે.

અહીં યુવકે સગીરાને લગ્નના વચનની અને પ્રેમ સંબંધની વાતો યાદ કરાવી હતી. એ પછી યુવાનનો સાચો ખેલ શરૂ થયો હતો. તેણે યુવતી સાથે બે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બન્યા બાદ સગીરા પોતાના પરિવાર પાસે ભાગીને પાછી આવી ગઈ હતી અને તેની સાથે જે બન્યું તેની આપવિતી માતા પિતાને જણાવતા પરિવારની માથે આભ તૂટી પડ્યું હતું.

સગીરાના માતા પિતા યુવતીને લઈ અમરોલી પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં તેમણે યુવકની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી હતી. હાલ પોલીસે યુવતી આ આશિકના પ્રેમજાળમાં કેવી રીતે ફસાઈ અને તે તેને ક્યાં ક્યાં લઈ ગયો હતો તે અંગેની વિગત જાણી આગળની તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments