Team Chabuk-Gujarat Desk: અત્યાર સુધી આંગણવાડીના બાળકોનો કોઈ ડ્રેસકોડ નહોતો પણ હવે ભૂલકાઓ પણ પહેરવેશથી શોભશે. જેનો ગઈકાલે પોરબંદર જિલ્લા દ્વારા શુભઆરંભ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આંગણવાડીના ભુલકાઓ માટે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહેલા આંગણવાડીના છ બાળકોને મહાનુભાવોના હસ્તે યુનિફોર્મ વિતરણ કરાયા હતા. જિલ્લાની તમામ આંગણવાડીના ૩થી૬ વર્ષના છ હજારથી વધુ કુમાર તથા પાચ હજાર આઠસોથી વધુ કન્યાઓને યુનિફોર્મ વિતરણ કરાશે.
જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાએ આ પ્રસંગે તમામ બાળકોને શુભેચ્છા પાઠવવાની સાથે જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેન્દ્રોની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી. જિલ્લા કલેક્ટર અશોક શર્માએ આ સંદર્ભે કહ્યું કે, હવે આંગણવાડી કેન્દ્રોમાં પણ યુનિફોર્મ પહેરવાથી શાળાના બાળકોની જેમ
આંગણવાડીના ભૂલકાઓની પણ આગવી ઓળખ જોવા મળશે. ઉપરાંત જિલ્લામાં જે પણ કુપોષિત બાળક છે, તેને પોષિત કરવા તમામ પ્રયાસ કરવા કલેકટર અશોક શર્માએ અપીલ કરી હતી.
પોરબંદર જિલ્લો કુપોષણ મુક્ત બને તે માટે સરકારની સાથે લોકોએ પણ સહિયારો પ્રયાસ કરવો જરૂરી છે. જિલ્લા વિકાસ અધિકારી વિ.કે.અડવાણીએ તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર અંજનાબેન જોશી, તમામ સીડીપીઓ તથા આંગણવાડીના બાળકો અને તેઓના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(સાભાર-પોરબંદર માહિતી વિભાગ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત