Team Chabuk-Gujarat Desk: તમને કોઈ અજાણ્યાં શહેરમાં ઉતારવામાં આવે અને અચાનક તમને ઢોર ઢીંક મારી દે તો કે તમારી પાછળ દોડે તો સમજવું તમે જામનગરમાં છો. આ વાતમાં જરાં પણ અતિશ્યોક્તિ નથી. અવાર નવાર જામનગર શહેરમાં ઢોરની સમસ્યા છાપરે ચડીને પોકારે છે પણ તંત્રનાં પેટનું પાણી નથી હલતું. તંત્રની આ બેદરકારીના કારણે જ જામનગર શહેરમાં એક વ્યક્તિને ઢોરે ઢીંક મારી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
જામનગરમાં રખડતા ઢોરનો હિડિંબ ત્રાસ વર્તાય રહ્યો છે. જામનગરની ભાગોળમાં આવેલા હાપા વિસ્તારની સોસાયટીમાં હવા ખાવા બહાર બેસેલા એક સ્થાનિકને ખબર પણ નહીં હોય કે તે આજે ઢોરની ઢીંકનો શિકાર બનવાનો છે.ઘરમાં બફારો થતો હોય રાતનાં લોકો બહાર ખુરશી ઢાળીને બેઠા હતા. જેમાંથી બે વ્યક્તિ બાઈક પર બેસી વાતો કરી રહ્યા હતા. અચાનક ક્યાંકથી બંદૂકની ગોલીએ બે ઢોર એકબીજાની પાછળ દોડતા આવી ચડ્યા હતા અને બાઈક પર બેસેલા વ્યક્તિને ફંગોળી દીધા હતા.
વાતો કરી રહેલા લોકો કંઈ સમજે તે પહેલા તો ઢોર રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેને ઢોરે ઢીંક મારી તે વ્યક્તિનું નામ કરણભાઈ પરમાર છે. કરણભાઈ પરમારને ઢોરનાં શિંગપ્રહારથી હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. તેમને બાદમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હાલ તો હાપાનો વાઈરલ થયેલો આ વીડિયો જામનગરના તંત્રની મીંચાયેલી આંખને ઉઘાડવા માટે પૂરતો છે. જામનગરનાં લોકો પણ ઢોરની કાયમીની રંજાડપ્રવૃત્તિથી થાકી ગયા છે. અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો. આ કારણે સ્થાનિકોનો પારો પણ ગરમ થઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત