Homeગુર્જર નગરીકલ્કિ રિટર્ન: ગ્રેજ્યુઇટીની રકમ આપો બાકી આ વર્ષે મારી દિવ્ય શક્તિથી ભયંકર...

કલ્કિ રિટર્ન: ગ્રેજ્યુઇટીની રકમ આપો બાકી આ વર્ષે મારી દિવ્ય શક્તિથી ભયંકર દુકાળ પડશે

Team Chabuk-Gujarat Desk: ખૂદને કલ્કિનો અવતાર માની સમચારોમાં ચમકનારા અને દેશભરનાં લોકોને અચંબિત કરી નાખનારા ગુજરાત સરકારના પૂર્વ કર્મચારી રમેશચંદ્ર ફેફર ફરી ચર્ચામાં છે. આ પૂર્વ સરકારી કર્મચારીએ પોતાની ગ્રેજ્યુઇટીની રકમ જલ્દી આપવાની વાત કરી છે. ન આપે તો તેઓ પોતાની દિવ્ય શક્તિઓનો પ્રયોગ કરી આ વર્ષે દેશમાં દુકાળ લાવી દેશે.

ખૂદને કલ્કિ ભગવાનનો અવતાર માનનાર રમેશચંદ્રજી તો નોકરી પર આવતા જ નહોતા. જેથી સરકારે તેમને પહેલા જ સેવાનિવૃત્ત કરી દીધા હતાં. જળ સંસાધન વિભાગના સચિવને તેમણે એક જુલાઈનાં રોજ પત્ર લખ્યો. આ પત્રમાં લખેલું છે કે, સરકારમાં બેઠેલા રાક્ષસ તેમની 16 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી અને એક વર્ષના પગારના રૂપે 16 લાખ વધારાનાં રોકીને તેમને પરેશાન કરી રહ્યા છે.

ફેફરે પત્રમાં જાણે શ્રાપ આપતા હોય તે રીતે લખ્યું છે કે, તેમને જે રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તે રીતે તેઓ ધરતી પર દુકાળ લાવી શકે છે, કારણ કે તેઓ ભગવાન વિષ્ણુના દસમાં અવતાર છે જેમણે સતયુગમાં શાસન કર્યું.

Rameshchandra Fefar Kalki

ફેફર રાજ્યના જળ સંસાધન વિભાગમાં સરદાર સરોવર પુનર્વાસ એજન્સીમાં વડોદરા કાર્યાલય ખાતે નોકરી કરતા હતા. આઠ મહિનામાં માત્ર 16 દિવસ નોકરી પર હાજર રહેવા મુદ્દે 2018માં તેમને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી.

આ અંગે જળ સંસાધન વિભાગમાં સચિવ તરીકેની કામગીરી કરતા એમ.કે જાધવ સાહેબે કહ્યું કે, ફેફર કાર્યાલયમાં આવ્યા વિના પગારની માગણી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તેમને એટલા માટે પગાર આપવો જોઈએ કારણ કે તેઓ કલ્કિનો અવતાર છે. તેઓ મૂર્ખતા કરી રહ્યા છે. મને તેમનો પત્ર મળ્યો છે જેમાં તેમણે ગ્રેજ્યુઇટીની રકમ અને એક વર્ષનાં પગારનો દાવો કર્યો છે. તેમની ગ્રેજ્યુઇટીની પ્રક્રિયા તો ચાલુ જ છે. ગત્ત વખતે તેમણે દાવો કર્યો હતો કે તેઓ કલ્કિનો અવતાર છે તો તેમની વિરૂદ્ધ તપાસ કરવામાં આવી હતી. તેમની માનસિક સ્થિતિને જોતા સરકારે તેમને સમય પહેલા જ સેવા પરથી નિવૃત્ત કરી દીધા હતા.

ફેફરે પોતાના પત્રમાં એવો દાવો કર્યો છે કે, ધરતી પર તેમની હાજરીના કારણે છેલ્લા બે વર્ષથી ભરપૂર વરસાદ પડ્યો છે. દેશમાં એક વર્ષ પણ દુકાળ નથી પડ્યો. ગત વીસ વર્ષોમાં સારો વરસાદ પડવાના કારણે ભારતને વીસ લાખ કરોડનો ફાયદો થયો છે. તેઓ પત્રમાં આગળ જણાવે છે કે, આમ છતાં સરકારમાં બેઠેલા રાક્ષસો મને હેરાન કરી રહ્યા છે. આ કારણે હું આ વર્ષે સમગ્ર દુનિયામાં દુકાળ લાવીશ. એટલા માટે કે હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું. મેં સતયુગમાં પૃથ્વી પર રાજ કર્યું છે.

તાજેતાજો ઘાણવો઼

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments