Team Chabuk-Gujart Desk: જૂનાગઢ (Junagadh) અને એનો ગેબી ગિરનાર એટલે સંત સૂરાની ભૂમિ. ભગવાન અને તેના ભક્તોની ભૂમિ. જ્યાં એક એકથી ચડીયાતી અજાયબી જોવા મળે છે. વાત જ્યારે કૌશલ્યની હોય તો એ પૂરવાર કરવામાં પણ સાધુ સંતો પણ પાછળ નથી. ભલભલા યુવાનોને બે ઘડી વિચારતા કરી દે તે રીતે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરી દર્શકોને દંગ કરી દે છે. શિવરાત્રીના પાવનપર્વે નીકળતી નાગા સાધુની રવેડી તેનું ઉત્તમ ઉદાહરણ છે.
જોકે હવે એક ઔર સાધુ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને એ પણ વર્લ્ડ રેકોર્ડના (Record) કારણે. જૂનાગઢની ભવનાથ તળેટીમાં પ્રકૃતિની ગોદમાં વિહરતા પ્રગટેશ્વર મહાદેવ મંદિરના મહંત બિરલાદાસ બાપુએ (BiralaDas Bapu) એક અનોખી સિદ્ધી પ્રાપ્ત કરી છે. આ મહંતે શિર્ષાસન અને પદ્માસન કરી લાંબા સમય સુધી યોગાસન કરવાનો અદભુત રેકોર્ડ રચી દીધો છે. જેની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.
ભવનાથના ભારતી આશ્રમ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના સભ્યો દ્વારા તેમને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. બિરલાદાસ બાપુ નામના આ સાધુએ વિશ્વ યોગ દિવસ નિમિતે એક કલાક સુધી શિર્ષાસન અને પોણા ત્રણ કલાક સુધી પદ્માસનની મુદ્રામાં બેસી સૌને વિસ્મિત કરી દીધા હતા.
વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા બિરલાદાસ બાપુને સર્ટિફિકેટ અને મેડલ આપવામાં આવ્યા હતા અને તેમની સિદ્ધિને નવાજવામાં આવી હતી. શિર્ષાસન અને પદ્માસન આટલી કલાક કરવા પાછળનું કારણ બિરલાદાસે પોતે જણાવ્યું હતું. તેમણે આ સમગ્ર રહસ્ય પરથી પડદો હટાવતા કહ્યું હતું કે, તેઓ નાના હતા ત્યારે અહીં આવી ગયા હતા. તેમના ગુરૂ પણ અચ્છા યોગ કરતા હતા એટલે નાની ઉંમરથી બિરલાદાસ બાપુ પણ કરવા લાગ્યા હતા. આજે સ્થિતિ એવી છે કે બિરલાદાસ બાપુ પોણા ત્રણ કલાક સુધી પદ્માસનની મુદ્રામાં બેસી શકે છે. જે સામન્ય માણસ તો પાંચ મિનિટ માંડ બેસતો હોય છે.
બિરલાદાસા બાપુએ આ પ્રસંગે અન્ય લોકોને પણ યોગ (Yog) કરી રોગ મુક્ત શરીર રાખવાનું કહ્યું હતું. હાલ તો સામાન્ય દેખાવના બિરલાદાસ બાપુને તેમની અસામાન્ય સિદ્ધિ બદલ ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. જય ગિરનારી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત