Homeગુર્જર નગરીદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Team Chabuk-Gujarat Desk: સમગ્ર ગુજરાતમાં મેઘરાજા (Rainfall) પોતાની બીજી ઈનિંગની તાડામાર તૈયારીઓ સાથે પધારવાના છે. સૌરાષ્ટ્રમાં મંથર ગતિએ મેઘરાજા આગળ વધી રહ્યા છે. રાજકોટના પડધરીથી થયેલી શરૂઆત અમરેલી સુધી પહોંચી હતી. તો અમદાવાદ શહેર સહિતના મેગાસિટીઓ કોરા ધાકોર રહ્યા હતા. આ શહેરો પણ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા એવી આગાહી (Forecasts) કરવામાં આવી છે કે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rainfall) પડી શકે છે. રાજ્યમાં ચોમાસની સિસ્ટમ ફરી એક વખત સક્રિય થઈ હોવાના કારણે મેઘરાજા ફરી પોતાના જૂના અંદાજમાં આવી ગયા છે. હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.

ગુજરાતમાં શું સ્થિતિ છે?

હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે શનિવારના રોજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. તેમણે 13થી 20 તારીખ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન સેવ્યું છે. આ સિવાય રાજ્યના કેટલાક વિસ્તારમાં ચારથી 15 ઈંચ જેટલો મૂશળધાર વરસાદ પડી શકે છે.

ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુરૂવારનાં રોજ જણાવ્યું હતું કે, આગામી 9 અને 10 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી દેખાઈ રહી. જ્યારે 11 અને 12 જુલાઈનાં રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તો કેટલાક વિસ્તારોમાં 13 તારીખના રોજ ભારે વરસાદ પડી શકે છે.

ચોમાસાની ઉત્તરી સીમા

રવિવારના રોજ બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બની શકે છે. જેથી આગામી 3-4 દિવસમાં કેટલાય રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અઠવાડિયામાં લેટ વરસાદની ભરપાઈ થઈ શકવાના એંધાણ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક આર.કે જેનામનીએ જણાવ્યું હતું કે, ચોમાસાની ઉત્તરી સીમા બાડમેર, ભીલવાડા ધૌલપુર, અલીગઢ, મેરઠ, અંબાલા અને અમૃતસરથી પસાર થઈ રહી છે.

તેમણે કહ્યું કે પૂર્વી હવાઓની ગતિને પકડવાના 24 કલાકની અંદર ચોમાસુ દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશના બાકીના વિસ્તારો અને હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં આગળ વધી શકે છે. ચોમાસુ આ કારણે જ સોમવારના રોજ દેશના અન્ય ભાગોને પણ ઘેરી શકે છે.

બિહારમાં યેલો એલર્ટ

બિહારમાં ફરી એક વખત ચોમાસુ સક્રિય થઈ રહ્યું છે. રાજ્યના તમામ 38 જિલ્લાઓને યેલો ઝોનમાં રાખીને વરસાદની પૂર્વધારણા લગાવવામાં આવી છે. હવામાન વિભાગે બિહારના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજ રીતે મધ્યપ્રદેશમાં બે દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments