Team Chabuk-Gujarat Desk: સુરતમાં એક યુવતીને વેપારીને બ્લેકમેઈલિંગ કરવું ભારે પડી ગયું છે. વેપારીને ફોન કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનારી યુવતી પોલીસના સકંજામાં આવી ગઈ છે. પોલીસે આ કેસમાં તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ડેટા એન્ટ્રીના કામની તાલીમ માટે યુવતીએ કેટલાક રૂપિયા વેપારી પાસે જમા કરાવ્યા હતા. કરાર પ્રમાણે વેપારી અને યુવતી વચ્ચે રૂપિયાની લેવડ-દેવડ થઈ હતી. આ રકમ લેવા માટે યુવતીએ બ્લેકમેઈલિંગની યોજના ઘડી હતી. જો કે, વેપારી યુવતીની ધમકીથી ડરી ન જઈ પોલીસ પાસે મદદ માટે પહોંચ્યો હતો. પોલીસે વેપારીની ફરિયાદના આધારે યુવતી વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. અને મહારાષ્ટ્રના જલગાંવથી યુવતીને ઝડપી લીધી હતી.
ડેટા એન્ટ્રીના કામ માટે વેપારીનો સંપર્ક
પાર્લે પોઈન્ટ જયહિંદ સિંધી સોસાયટીમાં રહેતા નિતેષ ખવાની રિંગ રોડ પર વર્લ્ડ ટ્રેક સેન્ટરમાં જમીન દલાલીની ઓફિસ આવેલી છે. નિતેષ અગાઉ આ ઓફિસમાં સેલિયન ઈન્ટેલક્યુચલ પ્રાઈવેટ લિમિટેડના નામે ડેટા એન્ટ્રીનું કામ કરતો. સિંગાપોરની એક કંપની સાથે તેણે એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. આ દરમિયાન ફેબ્રુઆરી 2018માં સોનલ વિલાસ પાટીલ નામની યુવતીએ નિતેષનો સંપર્ક કર્યો હતો અને ડેટા એન્ટ્રીનું કામ કામ આપવા વાત કરી હતી.
ટ્રેનિંગના ચૂકવેલા પૈસા પણ પરત લઈ લીધા
ત્યારબાદ સોનલ અને નિતેષની કંપની વચ્ચે થયેલા ઓનલાઈન કરાર મુબજ કંપનીએ સોનલને ડેટા એન્ટ્રીની ટ્રેનિંગ આપવાની હતી. અલગ-અલગ ત્રણ કંપનીએ સોનલને ટ્રેનિંગ આપી હતી. આ ટ્રેનિંગના કુલ 15 હજાર રૂપિયા ચૂકવવાની વાત થઈ હતી. 15 હજારમાંથી સોનલે કુલ 10 હજાર 164 રૂપિયા ચૂકવ્યા હતા.આરોપ છે કે, નિતેષે જ્યારે બાકીના રૂપિયા ચૂકવવાની વાત કરી ત્યારે સોનલે મનાઈ કરી દીધી હતી અને ચૂકવેલા રૂપિયા પણ પરત મેળવી લીધા હતા.
ખોટા કેસમાં ફસાવી દેવાની આપી ધમકી
આ ઘટના બાદ સોનલે વેપારીને બ્લેકમેઈલિંગ કરવાનું શરૂ કર્યું હતું. સોનલ પર આરોપ છે કે, તેણે વેપારીને બદનામ કરવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયાની માગણી કરી હતી.
આ મુદ્દે વેપારીએ સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં યુવતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વેપારીની ફરિયાદના આધારે પોલીસે યુવતીની ધરપકડ કરી લઈ વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત