Team Chabuk-Sports Desk: રમતોનો મહાકુંભ ઓલિમ્પિક દર ચાર વર્ષે આવે છે. જો કે, કોરોના વાયરસના કારણે 2020માં ઓલિમ્પિકનું આયોજન થઈ શક્યું ન હતું. હવે એક વર્ષ બાદ જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિકનું આયોજન કરાયું છે. 23 જુલાઈથી ઓલંપિકની શરૂઆત થશે જેનું સમાપન 8 ઓગસ્ટે થશે.
મંગળવારે જ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના ટોક્યો ઓલિમ્પિકમાં જનારા ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટોક્યો ઓલિમ્પિકમાં બરછીફેંકના ખેલાડી શિવપાલ સિંહના પરિવાર સાથે વાત કરવાની હતી. જો કે, કોઈ કારણોસર તેમની વાત થઈ શકી ન હતી. બીજી તરફ શિવપાલ સિંહના પિતા અને તેના ગામલોકોને વિશ્વાસ છે કે ટોક્યો ઓલિમ્પિકમાં શિવપાલ સિંહ ગોલ્ડ મેડલ મેળવશે અને દેશનું નામ રોશન કરશે.
“2 વર્ષથી ઘરે નથી આવ્યો”
શિવપાલ સિંહના પિતાએ એક ખાનગી ચેનલને કહ્યું હતું કે, શિવપાલ સિંહ ગોલ્ડ મેડલ લાવશે અને દેશનું નામ રોશન કરશે. શિવપાલ સિંહના પિતાએ કહ્યું કે, શિવપાલનું ગોલ્ડ મેડલ મેળવવાનું દ્રઢ મનોબળ છે. ઓલિમ્પિકની તૈયારી કરી શકે તે માટે જ શિવપાલ 2 વર્ષથી રજા લઈને ઘરે નથી આવ્યો.
કોણ છે શિવપાલ સિંહ ?
શિવપાલ સિંહ ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લાના ધાનપુરના હિંગુટરગઢ ગામમાં રહે છે. તેના પિતા રામાશ્રય સિંહ પીએસીમાં કાર્યરત છે. બરછીફેંકની રમતનો વારસો શિવપાલ સિંહને વારસામાં મળ્યો છે. તેના પિતા રામાશ્રય સિંહ, કાકા શિવપૂજન સિંહ અને જગમોહન સિંહ પણ બરછીફેંકના સારા ખેલાડી રહી ચુક્યા છે.
એરફોર્સમાં બજાવે છે ફરજ
શરૂઆતનો અભ્યાસ ગામમાં જ કર્યા બાદ શિવપાલ પોતાના કાકા સાથે બહાર જતો રહ્યો હતો. 18 વર્ષની ઉંમરમાં જ એરફોર્સમાં સ્પોર્ટ્સ કોટામાં શિવપાલને નોકરી મળી ગઈ. જ્યારે હવે શિવપાલ સિંહ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યો છે ત્યારે તેના પિતાને વિશ્વાસ છે કે શિવપાલ ગોલ્ડ મેડલ જરૂર જીતશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત