Team Chabuk-Gujarat Desk: ઓસ્ટ્રેલિયાની ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં પ્રવાસે છે. પાંચ આંતરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી મેચની સિરીઝ રમી રહી છે. આ શ્રેણીનો બીજો મેચ 12 જુલાઈના રોજ સેન્ટ લુસિયામાં રમવામાં આવ્યો હતો. આ મેચ વેસ્ટ ઈન્ડિઝના ઘાતક પ્લેયર ક્રિસ ગેલ માટે યાદગાર સાબિત થયો. ગેલ પોતાની ઈનિંગમાં અનોખો કિર્તીમાન રચતા ટી ટ્વેન્ટી ક્રિકેટમાં 14 હજાર રન પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ સાથે ટી ટ્વેન્ટીમાં ક્રિસ ગેલની બાદશાહત કાયમ રહી છે, જેનાથી અન્ય બેટ્સમેનો ચારથી પાંચ હજાર રન પાછળ છે. ટી ટ્વેન્ટી ક્રિકેટના ઈતિહાસનાં કેટલાક સર્વાધિક રન કરનારા ખેલાડીઓ પર નજર કરવામાં આવે તો.
ક્રિસ ગેલ
ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ક્રિસ ગેલને હુકમનો એક્કો કહેવામાં આવે છે. વનડેમાં જે રીતે સચિનનું પ્રદર્શન હતું તે રીતે ટી ટ્વેન્ટીમાં ગેલનું પ્રદર્શન છે. અત્યાર સુધીમાં ગેલ 14038 રન બનાવી ચૂક્યો છે. વર્ષ 2005માં તેણે ટી ટ્વેન્ટી રમવાની શરૂઆત કરી હતી. તે ટી ટ્વેન્ટીમાં કુલ 431 મેચ રમી ચૂક્યો છે. જેમાં 22 સેન્ચુરી અને 86 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. ગેલ વિશ્વભરની લીગમાં ભાગ લે છે. સૌથી વધારે રન, સૌથી વધુ સેન્ચુરી, હાફ સેન્ચુરી, સૌથી વધુ સિક્સ અને વ્યક્તિગત સ્કોર, બધુ ક્રિસ ગેલના નામે છે.
કિરન પોલાર્ડ
ગેલની માફક જ વેસ્ટ ઈન્ડિઝના ઘાતક બેટ્સમેન કિરોન પોલાર્ડ, ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનોમાં બીજા પાયદાન પર છે. તેના નામે છ બોલમાં છ સિક્સ ફટકારવાનો યુવરાજ સિંહની માફક અવનવો કિર્તીમાન પણ બોલે છે, જે તેને ગેલથી અલગ સાબિત કરે છે. તેણે અત્યાર સુધીમાં 10836 રન બનાવ્યા છે. ટી ટ્વેન્ટી કરિયરમાં પોલાર્ડે એક સદી અને 54 અર્ધસદી ફટકારી છે.
શોએબ મલિક
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક રન બનાવવાના મામલે ટી ટ્વેન્ટીમાં ત્રીજા સ્થાન પર છે. ટી ટ્વેન્ટી ફોર્મેટમાં મલિકે 10,741 રન બનાવ્યા છે. સર્વાધિક સ્કોર 95 રન પર નોટઆઉટ છે. 66 હાફ સેન્ચુરી પણ તેના નામે બોલે છે.
ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે 10017 રન સાથે ચોથા સ્થાન પર છે. તેણે 8 સેન્ચુરી અને 82 હાફ સેન્ચુરી ફટકારી છે. ડેવિડ એ ખેલાડીઓમાંથી એક છે જેને વનડે અને ટેસ્ટ કરતાં ટી ટ્વેન્ટીનું ફોર્મેટ વધારે પસંદ આવે છે.
વિરાટ કોહલી
પાંચમા સ્થાન પર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી છે. ટી ટ્વેન્ટીમાં કોહલીએ 9922 રન બનાવ્યા છે. જેમાં પાંચ સેન્ચુરી અને 72 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. જોકે છેલ્લા કેટલાય સમયથી વિરાટ કોહલીની ક્રિકેટ કારકિર્દીનાં તમામ ફોર્મેટમાં સેન્ચુરીનો દુકાળ ચાલી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત